×
 • હોમ
 • શાખાઓ
 • વિકાસ કમિશ્નર ની કચેરી ની શાખાઓ ની માહિતી

વિકાસ કમિશ્નર પ્રભાગની શાખાઓની માહિતી

 • તાલુકા વિકાસ અધિકારી બઢતી, બદલી, ડીમડેટ, ઉચ્ચ તર પગાર ધોરણ, ઇ.બી.રજાઓ, પ્રતિક્ષા સમય મંજુરી, ૫૦-૫૫ વર્ષે કેસો રીવ્યુ કરવા, શરતી બીન શરતી કામગીરી સેવાકોડ નિભાવવા, જીલ્લાો વિકાસ અધિકારીશ્રીની પરચુરણ રજા, જોઇનીંગ ટાઇમ, પુરસ્કાવર અંગેની કામગીરી. વિકાસ કમિશ્નર કચેરીના અધિકારીઓ (વર્ગ-૧-૨) ના મહેકમ અંગેની કામગીરી (હવાઇ પ્રવાસ) વર્ગ-૧-૨ (તાલુકા વિકાસ અધિકારી અને જીલ્લાન પંચાયતના સર્વે અધિકારીશ્રીઓ સામેની પ્રાથમિક તપાસ. તાલુકા વિકાસ અધિકારી વર્ગ-૧-૨ ના ખાનગી અહેવાલ, રાજય કક્ષાએ વર્ગ-૩ના કર્મચારીઓની શ્રેયાન યાદી. આઇ.એ.એસ.અધિકારીઓ સામેની પ્રાથમિક ખાતાકીય તપાસ. તકેદારી આયોગના પ્રકરણોનું સંકલન.
 • તાલુકા વિકાસ અધિકારી બઢતી, બદલી, રજાઓ/પ્રતિક્ષાસમય, ૫૦-૫૫ વર્ષે કેસો રીવ્યુિ કરવા, ડીમડેઇટ, ઉચ્ચેતર પગાર ધોરણ સેવાકોડ પરચુરણ રજા, જોઇનીંગ ટાઇમ, મંજુરી, હવાઈ પ્રવાસની મંજુરી, વિકાસ કમિશ્નર કચેરીના અધિકારીશ્રીઓના મહેકમ અંગેની કામગીરી. તાલુકા વિકાસ અધિકારીશ્રીના ખાનગી અહેવાલની કામગીરી.
 • તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સામેની પ્રાથમિક તપાસની હળવી શિક્ષાનીકામગીરી. તાલુકા વિકાસ અધિકારી, નાયબ જિલ્લાચ વિકાસ અધિકારીશ્રીઓ હિસાબી અધિકારીશ્રીઓ, આંતરિક અન્વેીષણ અધિકારીશ્રીઓના ખાનગી અહેવાલ.
 • ગ્રામનગર પંચાયત રૂપાંતરીતની કામગીર
 • ડ્રાયવર સંવર્ગની કામગીરી
 • વર્ગ-૪ ના ગ્રામનગર પંચાયત, કોટવાળ સંવર્ગના કર્મચારી
 • ખેતીવાડી શાખા, ગ્રામ સેવક સહિતની કામગીરી
 • જી.વિ.અ. શ્રી ટુર ડાયરી
 • આંતર જીલ્લા ફેર બદલી
 • રહેમરાહે નોકરી
 • ગ્રામમિત્ર યોજનાની કામગીરી
 • સફાઇ કામદારને લગતી કામગીરી
 • યુનીટ અન્વયેની નામ, હાઇકોર્ટમાં રજુ થયેલ પીટીશન સરકારી વકીલશ્રીની કચેરીમાં પહોંચાડવાની તથા તે અન્વયેની આનુસંગિક કામગીરી.
 • સ્ક્વેઝ્નર-જાજરૂ પરિવર્તન
 • વિકાસ કમિશ્નર કચેરીના સ્થાનિક મહેકમની તમામ કામગીરી
 • વિકાસ સેવા ખાતાકીય પરીક્ષા કામગીરી
 • હિન્દી પરીક્ષા મુક્તિ અંગેની કામગીરી
 • હિસાબી સંવર્ગની કામગીરી
 • યુનીટ અન્વયેની નામ, હાઇકોર્ટમાં રજુ થયેલ પીટીશન સરકારી વકીલશ્રીની કચેરીમાં પહોંચાડવાની તથા તે અન્વયેની આનુસંગિક કામગીરી.
 • જીલ્લા/તાલુકા પંચાયતની કચેરીના બીજ રાજ્યપત્રિત કર્મચારીઓની નિમણૂંક, બઢતી, બદલી, નિવૃત્તિ, ઉ.પ.ધો. ભથ્થાને લગતી કામગીરી.
 • જીલ્લા/તાલુકા પંચાયતમાં જગ્યાઓ ઉપસ્થિત કરવાની કામગીરી.
 • યુનીટ અન્વયેની નામ, હાઇકોર્ટમાં રજુ થયેલ પીટીશન સરકારી વકીલશ્રીની કચેરીમાં પહોંચાડવાની તથા તે અન્વયેનીી આનુસંગિક કામગીરી.
 • રોસ્ટર/બેકલોગની વહીવટી કામગીરી
 • બાંધકામ શાખાના તાંત્રિક કર્મચારી મંડળોની કામગીરી
 • વર્કચાર્જ મહેકમ
 • -તલાટી / સ.ઇ./તા.પં.અ.ની સંવર્ગની કામગીરી
 • રોજમદાર, અંશઃ કાલીન કર્મચારીની કામગીરી
 • સ્વભંડોળની જગ્યાની કામગીરી
 • યુનીટ અન્વયેની નામ, હાઇકોર્ટમાં રજુ થયેલ પીટીશન સરકારી વકીલશ્રીની કચેરીમાં પહોંચાડવાની તથા તે અન્વયેની આનુસંગિક કામગીરી.
 • પંચાયત સેવાના કર્મચારીઓને ફરજ મોકુફી અને આનુષંગિક તમામ કામગીરી
 • તકેદારી આયોગના પ્રકરણોના સંકલનની કામગીરી
 • પેન્શન કામના શીડયુલની કામગીરી
 • સરકારી નાણાંની ઉચાપત
 • જાહેર હિસાબ સમિતિની કામગીરી
 • પંચાયત કર્મચારીઓના ભ્રષ્ટાચાર/ગેરરીતિના આક્ષેપના કેસોની કામગીરી
 • સહકાર શાખાના કર્મચારીઓની કામગીરી
 • ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો સહિતની કામગીરી
 • આરોગ્ય કુટુંબ કલ્યાણ, આઇ.સી.ડી.એસ.ની કામગીરી
 • તકેદારી આયોજના પ્રકરણોની તમામ કામગીરી
 • યુનીટ અન્વયેની નામ, હાઇકોર્ટમાં રજુ થયેલ પીટીશન સરકારી વકીલશ્રીની કચેરીમાં પહોંચાડવાની તથા તે અન્‍વયેની આનુસંગિક કામગીરી.
 • વાર્ષિક વિકાસ યોજના દરખાસ્‍તનું ઘડતર – (૧) જનરલ વિસ્‍તાર (ર) ખાસ અંગભૂત યોજના (૩) આદિજાતિ વિસ્‍તાર પંચવર્ષીય યોજના / દરખાસ્‍તનું ઘડતર (૧) જનરલ વિસ્‍તાર (ર) ખાસ અંગભૂત યોજના (૩) આદિજાતિ વિસ્‍તાર, કામગીરી અંદાજપત્ર (બજેટ પ્રકાશન) પ્રવૃત્તિની રૂપરેખા (બજેટ પ્રકાશન) પ્‍લાનિંગ કમિશન ન્‍યુ દીલ્‍હી ખાતેની દરખાસ્‍ત સંબંધી ચર્ચા બેઠક, મુસદો, માહિતી, એન.ડી.સી. ન્‍યુ દીલ્‍હીની સ્‍પીચ/માહિતી, બજેટ સ્‍પીચ/માહિતી, (રાજ્યપાલ, નાણામંત્રી, મુખ્‍યમંત્રી, પંચાયત મંત્રી) સ્‍વાતંત્ર્ય દિન તેમજ પ્રજાસત્તાક દિન નિમિત્તે માન, રાજ્યપાલશ્રી/માન. મુખ્‍યમંત્રીશ્રીની સ્‍પીચ, બજેટ સંબંધિ પ્‍લાન યોજનાઓની જરૂરી માહિતી જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી, સચિવશ્રીની યોજનાઓની પ્રગતિની સમીક્ષા અંગે રીવ્‍યુ બેઠક અંગેની માહિતી, મીડ ટર્મ રીવ્‍યુ, ઇ-ગ્રામ તળે કોમ્‍પ્‍યુટરાઇઝેશનની કામગીરી, યોજનાવાર ખર્ચ/પ્રગતિની નિભાવણી, ડી.ડી.ઓ એવોર્ડની કામગીરી – વનમહોત્‍સવ
 • જીલ્‍લા કક્ષાએથી દર મહિને પંચાયત હસ્‍તકની યોજનાઓના ખર્ચ અને સિદ્ધિની પ્રગતિ અહેવાલોની કામગીરી, સરદાર પટેલ આવાસ યોજનાની કામગીરી, ટ્રાયબલ સબ પ્‍લાન તળેનો અહેવાલ, ખાસ અંગભૂત યોજના, વનબંધુ અને સાગરખેડુ યોજનાઓનો અહેવાલ, તેમજ વહીવટી અહેવાલો તૈયાર કરવા જીલ્‍લા તેમજ વિભાગ સાથે જરૂરી પત્ર વ્‍યવહાર, તેમજ વિભાગ તરફથી માંગવામાં આવતી પ્‍લાન યોજનાઓની તમામ માહિતી પુરી પાડવી. જીલ્‍લા માહિતી અધિકાર અધિનિયમ હેઠળની કામગીરી.
 • સરદાર પટેલ આવાસ યોજનાના લક્ષ્‍યાંક તથા સિદ્ધિની જીલ્‍લાવાર માહિતી પત્રક તૈયાર કરવા અને નિભાવવા, ગ્રામસભાની આંકડાકીય કામગીરી.
 • ઇ-ગ્રામ અંત્‍ર્ગત કચેરીના કોમ્‍પ્‍યુટર મેઇન્‍ટેનન્‍સ/ જરૂરી સોફટવેર/હાર્ડવેર અંગે પત્ર વ્‍યવહાર આયોજન શાખાની તમામ પ્રકારની વહીવટી કામગીરી (પત્ર વ્‍યવહાર ) આયોજન શાખાના કર્મચારીઓના તમામ પ્રકારની રજા, ખાનગી અહેવાલ વગેરે બાબતની કામગીરી કોમ્‍પ્‍યુટરને લગતી સ્‍ટેશનરી ખરીદવા, ફર્નિચર ખરીદવા, સહીતની કામગીરી માટે સંયોજન અને પધ્‍ધતિ શાખા સાથે પત્ર વ્‍યવહારની કામગીરી, આયોજન શાખાના કર્મચારીને રોજીંદી જરૂરી સ્‍ટેશનરી સંયોજન અને પધ્‍ધતિ શાખા પાસેથી મેળવી કર્મચારીને પુરી પાડવાની કામગીરી, આયોજન શાખાના કર્મચારીઓની તારીજ મેળવી સંકલન કરી તૈયાર કરી સંયોજન અને પધ્‍ધતિ શાખાને મોકલી આપવી. કોમ્‍પ્‍યુટર રૂમની નિભાવણી અને જાળવણી માટે પત્ર વ્‍યવહાર અને રોજીંદી કામગીરી, આયોજન શાખાના ટેલિફોન બીલની મંજુરી અંગેની કામગીરી, આયોજન શાખા/કોમ્‍પ્‍યુટર શાખાને જરૂરી તમામ પ્રકારની કામગીરી માટે નોંધ પત્રવ્‍યવહાર, આયોજન શાખાની કોમ્‍પ્‍યુટરની ટાઇપીંગ/ડટાએન્‍ટ્રી સહિતની કામગીરી.
 • બજેટ પ્રકાશનને લગતી ૧/૧૦ અંતિત પંચાયત મહેકમને લગતી માહિતી એકત્રિત કરી વિભાગને મોકલવી, સ્‍ટેટીસ્‍ટીકલ એબ્રસ્‍ટેક અને આઉટ લાઇન અને સામાજીક આર્થિક સમીક્ષાના અહેવાલને લગતી માહિતી નિયામક અર્થશાસ્‍ત્ર અને આંકડાને મોકલવા અંગેની કામગીરી, આંકડાકીય રૂપરેખા (વસતિ જૂથ) ની તમામ પ્રકારની કામગીરી.
 • આયોજનને લગતી સરકારશ્રીમાંથી તેમજ ભારત સરકાર સાથેના પત્ર વ્‍યવહારની કામગીરી, પ્‍લાન યોજનાઓની ર૦ ટકા કાપ દરખાસ્‍તની કામગીરી શાખાની કોમ્‍પ્‍યુટરની કામગીરી.
 • નિરીક્ષણ અંગેનું સુપરવિઝન તથા સમીક્ષા
 • તાલુકા જીલ્‍લા પંચાયતોની તપાસણીની કામગીરી, પેરાનિકાલ, પત્રવ્‍યવહાર.ી
 • તપાસણી યુનિટ, રાજકોટ

 • નિયંત્રણ, દેખરેખ, સમીક્ષા
 • નિરીક્ષણ અંગેનું સુપરવિઝનતથા સમીક્ષા
 • તાલુકા જીલ્‍લા પંચાયતની તપાસણીની કામગીરી તથા પેરા નિકાલ પત્રવ્‍યવહાર તેમજ તેને આનુષાંગિક કામગીરી.
 • ગુજરાત રાજયમાં ગુજરાત પંચાયત અધિનિયમ અન્વયે અસ્તિત્વમાં આવેલ ત્રિસ્તરીય એવી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ જેવી કે જિલ્લા/તાલુકા/ગ્રામ પંચાયત તેમજ પંચાયતી રાજ તાલીમ કેન્દ્રોઓની વહીવટી કામગીરી પંચાયત ધ્વારા તથા તે તળેના નિયમો તથા અન્ય કાયદા કાનુન તેમજ સરકારશ્રીની સ્થાયી સુચનાઓ અનુસાર થાય છે કે કેમ તે બાબતો ચકાસવા આ કચેરીની વાર્ષિક વહીવટી તપાસણી પ્રતિવર્ષ કરાય છે. આ તપાસણીની કામગીરી માટે આ કચેરીમાં (૧) ગાંધીનગર તપાસણી એકમ (૨) રાજકોટ તપાસણી એકમ એમ ૨ તપાસણી એકમો મંજુર થયેલ છે.
 • ગાંધીનગર એકમના કાર્યક્ષેત્રમાં અમદાવાદ, આણંદ, નર્મદા, નવસારી, દાહોદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, ભરૂચ, સુરત, વલસાડ અને ડાંગ, તાપી એમ ૧૮ જિલ્લા પંચાયતો અને તે જિલ્લા પંચાયતોની તાબા હેઠળની ૧૨૬ તાલુકા પંચાયતો જયારે રાજકોટ એકમના કાર્યક્ષેત્રમાં રાજકોટ, મોરબી, અમરેલી, મહેસાણા, પાટણ, પોરબંદર, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, જામનગર, દેવભુમિ દ્વારકા, સુરેન્દ્રનગર, જુનાગઢ, ગીરસોમનાથ અને કચ્છ એમ ૧૫ જિલ્લા પંચાયત અને આ જિલ્લા પંચાયતોના તાબા હેઠળની ૧૨૨ તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે.
 • મુદૃા નં. ૩.ર માં દર્શાવેલ વિગતોની જિલ્લા / તાલુકા / તાલીમ કેન્દ્રોની વાર્ષિક વહીવટી તપાસણી માટે વર્ષની શરૂઆતથી જ કાર્યક્રમ બહાર પડાય છે. આ કાર્યક્રમ તળે તપાસણીના ધોરણોનુસાર રાજયની તમામ જિલ્લા પંચાયતોની તપાસણી ત્રણ વર્ષમાં પૂરી કરવામાં આવે છે. જયારે રાજયની તમામ તાલુકા પંચાયતોની તપાસણી પાંચ વર્ષમાં પૂરી કરવામાં આવે છે. જયારે તાલીમ કેન્દ્રોની તપાસણી સામાન્યં રીતે દર વર્ષે કરવામાં આવે છે. આ સિવાય ગ્રામ પંચાયતના કિસ્સામાં ૫,૦૦૦ થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોની વાર્ષિક વહીવટી તપાસણી જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે છે. જયારે ઓછી વસ્તીવાળી ગ્રામ પંચાયતોની વાર્ષિક વહીવટી તપાસણી તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવે છે. આ ગોઠવણી સામે કયારેક ટેસ્ટ. ચેક તરીકે ગ્રામ પંચાયતની વાર્ષિક વહીવટી તપાસણી અત્રેથી કરવામાં આવે છે.
 • જિલ્લા પંચાયતની તપાસણી માટે ૫ દિવસ, તાલુકા પંચાયતની તપાસણી માટે ૪ દિવસ અને તાલીમ કેન્દ્રો માટે ૩ દિવસનો સમય-ગાળો નકકી કરવામાં આવેલ છે.

વર્ષ ૨૦૧૭-૧૮ માં વહીવટી તપાસણી કરેલ તાલુકા પંચાયત/જિલ્લા પંચાયત/તાલીમ કેન્દ્ર

અ.નં. તપાસણી કરેલ કચેરીનુ નામ કરેલ તપાસણીનો સમયગાળો
જિલ્લા પંચાયત નવસારી તા.૨/૦૮/૨૦૧૭ થી તા.૫/૦૮/૨૦૧૭
તાલુકા પંચાયત મહુવા, જિ.સુરત તા.૨/૦૮/૨૦૧૭ થી તા.૫/૦૮/૨૦૧૭
તાલુકા પંચાયત કપરાડા, જિ.વલસાડ. તા.૯/૦૮/૨૦૧૭ થી તા.૧૨/૦૮/૨૦૧૭
તાલુકા પંચાયત નિઝર, જિ.તાપી. તા.૯/૦૮/૨૦૧૭ થી તા.૧૨/૦૮/૨૦૧૭
તાલુકા પંચાયત ફતેપુરા, જિ.દાહોદ. તા.૧૬/૦૮/૨૦૧૭ થી તા.૧૯/૦૮/૨૦૧૭
તાલુકા પંચાયત ક્વાંટ, જિ.વડોદરા. તા.૧૬/૦૮/૨૦૧૭ થી તા.૧૯/૦૮/૨૦૧૭
જિલ્લા પંચાયત આણંદ તા.૭/૧૧/૨૦૧૭ થી તા.૧૦/૧૧/૨૦૧૭
તાલુકા પંચાયત કલોલ, જિ.ગાંધીનગર. તા.૨૧/૧૧/૨૦૧૭ થી તા.૨૪/૧૧/૨૦૧૭
પંચાયત પદાધિકારી તાલીમ કેન્દ્ર, ગાંધીનગર. તા.૨૮/૧૧/૨૦૧૭ થી તા.૧/૧૨/૨૦૧૭
૧૦ પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર, સાદરા, જિ.ગાંધીનગર. તા.૫/૧૨/૨૦૧૭ થી તા.૮/૧૨/૨૦૧૭
૧૧ તાલુકા પંચાયત દસક્રોઇ, જિ.અમદાવાદ. તા.૧૯/૧૨/૨૦૧૭ થી તા.૨૨/૧૨/૨૦૧૭
૧૨ જિલ્લા પંચાયત ડાંગ તા.૯/૦૧/૨૦૧૮ થી તા.૧૩/૦૧/૨૦૧૮
૧૩ તાલુકા પંચાયત આણંદ, જિ.આણંદ. તા.૧૬/૦૧/૨૦૧૮ થી તા.૧૯/૦૧/૨૦૧૮
૧૪ તાલુકા પંચાયત લુણાવાડા, જિ.મહીસાગર. તા.૨૩/૦૧/૨૦૧૮ થી તા.૨૬/૦૧/૨૦૧૮
૧૫ જિલ્લા પંચાયત નર્મદા તા.૧૪/૦૨/૨૦૧૮ થી તા.૧૭/૦૨/૨૦૧૮
૧૬ તાલુકા પંચાયત બોરસદ, જિ.આણંદ. તા.૨૦/૦૨/૨૦૧૮ થી તા.૨૩/૦૨/૨૦૧૮
૧૭ તાલુકા પંચાયત માંડવી, જિ.સુરત. તા.૧૩/૦૩/૨૦૧૮ થી તા.૧૬/૦૩/૨૦૧૮
જિ.પં.
તા.પં. ૧૧
તાલીમ કેન્દ્ર
કુલ ૧૭

વર્ષ ૨૦૧૭-૧૮ માં વહીવટી તપાસણી કરેલ તાલુકા પંચાયત/જિલ્લા પંચાયત/તાલીમ કેન્દ્ર

અ.નં. તપાસણી કરેલ કચેરીનુ નામ કરેલ તપાસણીનો સમયગાળ
તાલુકા પંચાયત અંજાર, જિ.કચ્છ. તા.૨૨/૦૮/૨૦૧૭ થી તા.૨૬/૦૮/૨૦૧૭
તાલુકા પંચાયત ભુજ, જિ.કચ્છ. તા.૨૨/૦૮/૨૦૧૭ થી તા.૨૬/૦૮/૨૦૧૭
તાલુકા પંચાયત રાપર, જિ.કચ્છ. >તા.૨૯/૦૮/૨૦૧૭ થી તા.૧/૦૯/૨૦૧૭
જિલ્લા પંચાયત મોરબ તા.૨૯/૦૮/૨૦૧૭ થી તા.૧/૦૯/૨૦૧૭
જિલ્લા પંચાયત દ્વારકા તા.૪/૦૯/૨૦૧૭ થી તા.૮/૦૯/૨૦૧૭
તાલુકા પંચાયત તાલાલા, જિ.જુનાગઢ. તા.૪/૦૯/૨૦૧૭ થી તા.૮/૦૯/૨૦૧૭
તાલુકા પંચાયત ઉમરાળા, જિ.ભાવનગર તા.૭/૧૧/૨૦૧૭ થી તા.૧૦/૧૧/૨૦૧૭
તાલુકા પંચાયત મહુવા, જિ.ભાવનગર. તા.૦૬/૦૨/૨૦૧૮ થી તા.૯/૦૨/૨૦૧૮
તાલુકા પંચાયત નખત્રાણા, જિ.કચ્છ તા.૦૬/૦૩/૨૦૧૮ થી તા.૯/૦૩/૨૦૧૮
૧૦ તાલુકા પંચાયત દ્વારકા, જિ.દેવભુમિદ્વારકા. તા.૨૦/૦૩/૨૦૧૮ થી તા.૨૩/૦૩/૨૦૧૮
જિ.પં.
તા.પં.
તાલીમ કેન્દ્ર
કુલ ૧૦
 • સરદાર પટેલ આવાસ યોજનાની ગ્રાન્‍ટ, લક્ષ્‍યાંક ફાળવણી. તેને લગતા તકેદારી આયોગ રેફરન્‍સ. સરદારપટેલ આવાસ યોજના વિધાનસભા પ્રશ્નો, ઉપસ્‍થિત થતી ખાતરીએ. જિલ્લાની સરદાર પટેલ આવાસ યોજનાને લગતી ફરીયાદો તથા તેને લગતા પ્રશ્ન સરદાર પટેલ આવાસ યોજનામાં થયેલ ગેરરીતી તથા તેની તપાસણી અંગે. હુડકોને લગતી કામગીરી અંગે. બીલ્‍ડીંગ સેન્‍ટરની કામગીરી. જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી તથા નાયબ જીલ્લા વિકાસ અધિકારીની મીટીંગને લગતી કામગીરી. અનુ.જાતિ કલ્‍યાણ સમિતિની કામગીરી.સરદર પટેલ આવાસ યોજનાની ગ્રાન્‍ટના એ.જી.ના ઓડીટપારા. સરદાર પટેલ આવાસ યોજનાના જિલ્‍લા કક્ષાએ તથા અત્રેના મહેકમને લગતી કામગીરી. જિલ્‍લામાં લેન્‍ડ કમિટિની બેઠકો અંગેની કામગીરી.
 • પંચાયત ઘર-તલાટી મંત્રી કવાટર બાબત. રૂર્બન માળખાકીય સુવિધા, તાલુકા-જિલ્લા પંચાયતોનું વહિવટી માળખુ સંગીન બનાવવું, પંચવટી, તીર્થગામ પાવનગામ યોજના, સરદાર પટેલ આવાસ સિવાય યોજનાકીય કામગીરીની ફરીયાદો
 • વર્કશીટમાં નોંધણીની કામગીરી. માસિક તારીજ, શાખાના રજીસ્‍ટરો જેવાકે વિધાનસભા પ્રશ્ન, તકેદારી આયોગ, અર્ધ સરકારી પત્ર, મંત્રીશ્રી રેફરન્‍સ, મુવમેન્‍ટ રજીસ્‍ટર વિ.નિભાવણી.ા
 • યુનિટ-૧ ના ટેબલની ફાઇલો શોધવી, પત્રો કમ્‍પેરીંગ, ઇસ્‍યુ ફાઇલીંગ વિગેરેની કામગીરી. અધિકારીશ્રી સુપ્રત કરે તે તમામ કામગીરી.
 • રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ યોજના હેઠળ સમગ્ર રાજયમાં તા. ૧૦/૧/૨૦૧૦થી ૧૫/૫/૨૦૧૦ દરમ્યાન પ્રથમ તબક્કામાં તેમજ ૧૦/૮/૨૦૧૦થી૩૦/૩/૨૦૧૧ સુધીમાં બીજા તબક્કામાં કુલ ૧,૨૭,૮૩૧ પદાધિકારીશ્રીઓને તાલીમ આપવામાં આવેલ છે.
 • ૩૩ જિલ્લાના કુલ ૧૦૩૧ પદાધિકારીશ્રીઓ.
 • ૨૪૮ તાલુકાના ૪૨૦૧ પદાધિકારીશ્રીઓ.
 • ૧૩૭૩૮ ગ્રામ પંચાયતના કુલ ૧,૨૨,૯૪૪ પદાધિકારીશ્રીઓ.
 • તાલીમના પ્રથમ તબક્કામાં રાજયના ટી.એ.એસ.પીમાં સમાવિષ્ટે થતા કુલ ૧૧ જિલ્લાઓ બનાસકાંઠા, ભરૂચ, દાહોદ, ડાંગ, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, વલસાડ, તેમજ તાપીના ગ્રામ્ય કક્ષાના તમામ પદાધિકારીશ્રીઓને તાલીમ હેઠળ આવરી લેવામાં આવેલ છે. જયારે અન્ય જિલ્લાઓના ગ્રામકક્ષાના સરપંચશ્રી તેમજ ગ્રામ પંચાયત સામાજીક ન્યાય સમિતીના અધ્યક્ષશ્રીઓને તાલીમ હેઠળ આવરી લેવામાં આવેલ છે.
 • તાલીમના બીજા તબક્કામાં રાજયમાં બાકીના તમામ પદાધિકારીશ્રીઓને આવરી લેવામાં આવેલ છે.
 • જિલ્લા તેમજ તાલુકા કક્ષાના નવા ચુટાયેલા પદાધિકારીશ્રીઓને માર્ચ ૨૦૧૧ સુધીમાં તાલીમબધ્ધ કરવાનું આયોજન હતુ તે પૈકી કુલ ૩૨૯૧ જિલ્લા/તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓની ફાઉન્ડેશન કોર્સનીતાલીમ પૂર્ણ કરવામાં આવેલ છે.
 • જિલ્લા કક્ષાના પદાધિકારીશ્રીઓને જિલ્લા કક્ષાએ તાલીમ આપવામાં આવે છે.
 • તાલુકા કક્ષાના પદાધિકારીશ્રીઓને જિલ્લા કક્ષાએ તાલીમ આપવામાં આવે છે.
 • તેમજ ગ્રામ કક્ષાના પદાધિકારીશ્રીઓને તાલુકા કક્ષાએ તાલીમ આપવાનું આયોજન કરવામાં આવે છે.
 • આ ઉપરાંત રાજયમાં આવેલ તાલીમ કેન્દ્રો ખાતે પદાધિકારીશ્રીઓને તાલીમ મળી રહે તેવું આયોજન કરવામાં આવે છે.
 • ૩ દિવસીય તાલીમ કાર્યક્રમમાં પદાધિકારીશ્રીઓને પંચાયતીરાજમાં ઇતિહાસ/ગુજરાત પંચાયત એકટના મુખ્ય મુદૃાઓની સમજ, ગ્રામસભા, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, પેસા એકટ, તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવે છે.
 • તાજેતરમાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વ્યકિતલક્ષી યોજનાઓની પુસ્તીંકા બનાવવામાં આવેલ છે જે તમામ જિલ્લાઓમાં ત્રણેય સ્તરના પદાધિકારીશ્રીઓને પહોંચે તે માટે વિતરણ કરવામાં આવેલ છે.
 • પદાધિકારીશ્રીઓને તાલીમ આપવા માટે ડીસેમ્બર-૨૦૧૦માં સ્પી.પા, અમદાવાદ ખાતે જિલ્લા તેમજ તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓની ટ્રેઇનીંગ ઓફ ટ્રેનર્સ (ટી.ઓ.ટી.) તાલીમનુ઼ આયોજન કરવામાં આવેલ. આગામી સમયમાં આ અધિકારીશ્રીઓ દ્વારા પદાધિકારીશ્રીઓને તાલીમ શિબિરોમાં વિવિધ વિષયોની માહિતી મળી રહે તેવું આયોજન કરવામાં આવેલ છે.

તાલીમ કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૦૯-૧૦ દરમ્યાન રૂ. ૫.૨૭ કરોડની ફાળવણી થયેલ છે. જેમાં કેન્દ્રર સરકાર પુરસ્કૃવત રૂ.૩.૯૫ કરોડ તેમજ રાજય સરકાર પુરસ્કૃત રૂ.૧.૩૨ કરોડ ફાળવવામાં આવેલ છે.

કેન્દ્રં સરકારની યોજના હેઠળ ગુજરાતમાં પંચાયતીરાજ સંસ્થારઓના બીન સરકારી હોદેદારોને તાલીમ માટે પંચાયતીરાજ તાલીમ કેન્દ્રોજ ત્રીજી પંચવર્ષીય યોજનામાં શરૂ કરવામાં આવ્યા હતા.

 • ગ્રામકક્ષાએ પંચાયતોમાં કામ કરતા પદાધિકારીઓ અને પંચાયત મંત્રીઓમાં પરસ્પર કામ કરવાની સમજૂતી કેળવાય અને તાલીમ કાર્યક્રમ વધુ હેતુ પુર્વક અને કરકસરયુકત બને તે દ્રષ્ટિ એ રાજયની ખ્યાતનામ શિક્ષણ સંસ્થાઓને પંચાયતીરાજ તાલીમની કામગીરી સોંપવામાં આવી. આ માટે સરકારશ્રીના તા.૧-૧૦-૬૬થી છ તાલીમ કેન્દ્રોને આ કામગીરી સોંપવામાંનું ઠરાવવામાં આવ્યુ જે કેન્દ્રોમાં (૧) લોકભારતી સણોસરા (૨) શ્રી વી.ટી.કૃષ્ણાદમાચારી ઇન્ટીમ . સમીયાળા (૩) સર્વોદય આશ્રમ વાલમ (૪) સ્વથરાજ આશ્રમ, બારડોલી (૫) ગંગાજલી વિધાલય, અલીયાબાડા (૬) ગુજરાત સેવા સંઘ, સાદરાનો સમાવેશ કરવામાં આવેલ.
 • હાલમાં પંચાયતીરાજની તાલીમ અને વહીવટી માર્ગદર્શન માટે રાજયમાં સાદરા, લોકભારતી સણોસરા, સ્વરાજય આશ્રમ, બારડોલી, સરસ્વતી ગ્રામ વિધાપીઠ, સમોડા, બળવંતરાય મહેતા પદાધિકારી તાલીમ કેન્દ્ર ગાંધીનગર અને રાજય સરકારના સીધા નિયંત્રણ હેઠળ બળવંતરાય મહેતા ગ્રામ વિકાસ અને પંચાયતીરાજ ભવન શશીકુંજ જૂનાગઢ અને પ્રાદેશિક પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર , વડોદરા વગેરે કેન્દ્રો ચાલે છે. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભીયાન અંતર્ગત વર્ષ ૨૦૧૭-૧૮મા ભારત સરકારર્શ્રી તરફ થી ગુજરાત રાજ્યના ૪ પંચાયતીરાજ તાલીમ કેંદ્રોને અપગ્રેડેશન/રિનોવેશન અંગે રૂ ૨ કરોડ ની ફાળવણી કરવામા આવેલ છે જેમા ( ૧ ) નિયામક શ્રી રાજ્ય ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ ભવન, શશીકુંજ જુનાગઢ. (૨) પંચાયતી રાજ પ્રાદેશિક તાલીમ કેંદ્ર વડોદરા (૩) પંચાયતી રાજ તાલીમ કેંદ્ર, બારડોલી સુરત (૪) પંચાયત પદાધીકારી તાલીમ કેંદ્ર, ગાંધીનગર આ ચાર તાલીમ કેંદ્રોના જિલ્લા વિકાસ અધીકારીશ્રી ઓ ને રૂ પચાસ લાખ લેખે અપગ્રેડેશન/રિનોવેશન માટે ફાળવણી કરવામા આવે છે રાજ્યમાં કુલ નવ તાલીમ કેંદ્રોના વહીવટી અને સુપરવિઝનમાં સરળતા માટે દરેક જિલ્લામાં એક કમિટી બનાવવામાં આવેલ છે. (૧) જિલ્લા વિકાસ અધિકારીશ્રી, (ર.) જિલા આરોગ્ય અધિકારીશ્રી, (૩) નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, (૪) કાર્યપાલક ઇજનેરશ્રી અને (પ) સંબંધિત તાલીમ કેન્દ્રના આચાર્યશ્રીની કમિટી બનાવવામાં આવેલ છે. ગુજરાત રાજયમાં વર્ષ ૨૦૧૫-૧૬, ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ માં તલાટી કમ મંત્રીની ભરતી કેલેન્ડર મુજબ કુલ ૧૩૫૧૮ તલાટી કમ મંત્રીઓની પાયાની તાલીમ ૯૦ ટકા પૂર્ણ કરવામાં આવેલ છે.

(૧) ગુજરાત વિધાપીઠ સંચાલીત પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર સાદરા.

૧૯૨૦માં મહાત્મા ગાંધી સ્થાપિત ગુજરાત વિધાપીઠ ધ્વારા પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર, સાદરા ગાંધીનગર જિલ્લામાં આવેલુ છે. વિધાપીઠ સને ૧૯૬૮થી લોકશાહી વિકેન્દ્રીરકરણના ધ્યેયને અનુરૂપ ગ્રામ/નગર કક્ષાએ આદર્શ વહીવટી ગ્રામનવનિર્મિત અને ગાંધી યુકત ગ્રામસ્વયરાજની ભાવનાને મૂર્તિમંત કરી શકે તેવા પદાધિકારીઓ અને પાયાના કર્મચારીઓને તાલીમ આપવાનું કામ કરે છે. પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર, સાદરા જિ.ગાંધીનગરમાં ગ્રામ પંચાયતો માટે રાજય સરકારના નવા નિયુકત થયેલ ત.ક.મંત્રીશ્રીઓ પંચાયતોને આદર્શ વહીવટ કરી શકે તે માટે વહીવટી ૪ માસની પાયાની તાલીમના વર્ગો ચલાવે છે. ગ્રામ પંચાયતોના કાયમી પંચાયત મંત્રીઓ માટે ૩ અને બે અઠવાડીયાના પવર્ગો ચલાવે છે. સાદરા તાલીમ કેન્દ્ર માટે સાદરા ગામમાં જુની સિવીલ હોસ્પિટલના મકાનો અને જમીન સને ૧૯૪૭માં સાદરા એજન્સી સમાપ્ત થતાં વણવપરાયેલાં પડયા હતા તે મકાનોમાં સામાન્ય રીપેરીંગ કરીને તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. આ મકાનો અને જમીન ગુજરાત સરકારે સને ૧૯૭૮માં ગુજરાત વિધાપીઠની રૂપિયા ૫૦૧ ના કન્સેજશનલ સેલથી તાલીમ અને શિક્ષણના હેતુ માટે આપેલ. પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર તરીકે ઓળખાતા આ પરિસરમાં છાત્રાલય વર્ગખંડ, રસોડુ, પ્રાર્થનાખંડ, કાર્યાલય, ગ્રંથાલયની વ્યવસ્થા છે.

તાલીમ કાર્યક્રમ માટે તાલીમ કેન્દ્રોને રાજય સરકાર ૧૦૦ ટકા ગ્રાન્ટ આપે છે. અને નિયત સ્ટાફ પેટર્ન મુજબ તા.વિ.અ.શ્રી કક્ષાના વર્ગ-૨ ના આચાર્ય, સરકારમાંથી પ્રતિનિયુકિત ઉપર અને પંચાયત, મહેસુલ અને ગ્રામ વિકાસના ત્રણ અધ્યાપક હોય છે. અધ્યાપકોની ભરતી સંસ્થા કરે છે. સાદરા તાલીમ કેન્દ્રના આચાર્ય તરીકે સંસ્થાન નિયુકિત આચાર્યની સરકારે મંજૂરી આપી છે.

(૨) પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર , સણોસરા

તા.૧-૫-૧૯૬૦ના રોજ ગુજરાતની સ્થાપના થતાં ૧૯૬૩થી પંચાયતીરાજની સ્થાપના પણ ગુજરાતમાં કરવામાં આવી. વધુમાં ૧૯૬૧ના કાયદા અન્વયે ત્રિસ્તેરીય પંચાયતીરાજ માળખું અસ્તિત્વમાં આવ્યુ અને તેના પરિણામે તાલીમનું એક નવું સિમાંકન ખુલ્યું જે અન્વયે ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓને તાલીમ આપીને કાર્યની રીતે સભાન બનાવવા તેવું સૂચન બળવંતરાય મહેતા અને શ્રી રસિકલાલ પરીખ તરફથી કરવામાં આવ્યું. આ અન્વયે લોકભારતી સણોસરા ગ્રામ વિધાપીઠ, સ્વૈચ્છિક સંસ્થાને તાલીમ અંગેની કાર્યવાહી રાજય સરકારે સોંપી. જેમાં શરૂઆતના તબકકામાં ગ્રામ તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓ માટે તાલીમ આપવામાં આવતી જેનો તમામ ખર્ચ રાજય સરકાર આપતી. ત્યારબાદ રાજય સરકારનું સૂચન થતાં ૧૯૬૬-૬૭થી ગ્રામ લેવલના ત.ક.મંત્રીશ્રીઓને પણ તાલીમ આપવાનું કાર્ય સંસ્થાં સંચાલિત તાલીમ કેન્દ્રને સોંપવામાં આવ્યું. ધીમે ધીમે ગ્રામ લેવલના કર્મચારીઓ એટલે બિન તાલીમી ત.ક.મંત્રીઓની સંખ્યા વધી જવાના પરીણામે તાલીમ સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો અને પદાધિકારીશ્રીઓની તાલીમ માટે ગાંધીનગર ખાતે તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યુ. હાલમાં તાલીમ કેન્દ્રમાં પાયાના અને રીફ્રેસર વર્ગો ચાલે છે. તેમજ ત.ક.મંત્રી તથા મહેસુલ કેડરના ત.ક.મંત્રીઓને પૂર્વસેવા તાલીમ આપવાની જવાબદારી પણ સુપ્રત થયેલ છે. આ તાલીમમાં આવતા તાલીમાર્થિઓને સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવે છે. તાલીમ કેન્દ્ર્ ચલાવવા રાજય સરકાર ૧૦૦ ટકા ગ્રાન્ટ તેમજ મકાન મરામત વાર્ષિક - ૪૦૦૦ ગ્રાન્ટ (૧૯૮૮થી નકકી) કરેલ છે. વધુમાં નવું મકાન બનાવવા માટેની ગ્રાન્ટ પણ રાજય સરકાર ફાળવે છે. ૧૯૬૭ના ઠરાવથી દરેક તાલીમ કેન્દ્ર માટે રાજય સરકારે મહેકમનું માળખુ પણ ઉપસ્થિત કર્યુ. તે મુજબ આચાર્યની જગ્યા વર્ગ-૨ના અધિકારી અથવા સમકક્ષ લાયકાત ધરાવનારની દરખાસ્ત તાલીમ કેન્દ્ર ચલાવનાર ઇન્ટ્રીક ટયુટના સંચાલક કરે છે અને વિકાસ કમિશ્નરશ્રી બહાલી આપે છે. અને પંચાયત વિભાગ મંજૂરી આપે છે. ત્રણ અધ્યાપકો સરકારમાં કામ હોય તેવા ડેપ્યુટેશન ઉપર લઇ શકાય તેવા તેમજ તલાટી કરતાં અપર કેડરના હોવા જરૂરી છે.

(૩) સરસ્વતી ગ્રામ વિધાપીઠ સમોડા-ગણવાડા.

ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતીરાજ આવતાં પંચાયતના પદાધિકારીશ્રીઓને તાલીમ મળી રહે તે માટે રાજયમાં આવેલી ગ્રામવિકાસની વિભાવના ધરાવતી સ્વૈહચ્છિરક સંસ્થાઓને તાલીમની કામગીરી રાજય સરકારે સોંપી. ત્યારબાદ ૧૯૬૬-૬૭થી ત.ક.મંત્રીશ્રીઓને પણ તાલીમ આપવાનું આવી સ્વૈચ્છિક સંસ્થાઓ સંચાલિત સંસ્થાઓને સોંપવામાં આવી. આ પૈકીની એક સંસ્થા સરસ્વ‍તી ગ્રામ વિધાપીઠ, સમોડા-ગણવાડા ખાતે ૧૯૭૧થી તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ. તાલીમ કેન્દ્ર ચલાવવા માટે રાજય સરકાર મહેકમની ૧૦૦ ટકા ગ્રાન્ટ, મરામત ખર્ચ પેટે વાર્ષિક - ૫૦૦૦ ગ્રાન્ટ ફાળવે છે. આચાર્યની જગ્યા પર વર્ગ-૨ના અધિકારી સરકારશ્રી તરફથી મુકવામાં આવે છે. જયારે અધ્યાપકશ્રીની ભરતી કરીને રાજય સરકારની બહાલી મેળવવામાં આવે છે.

(૪) સ્વરાજ આશ્રમ, બારડોલી.

સુરત જિલ્લામાં સ્વરાજ આશ્રમ, બારડોલી ૧૯૬૫માં ગુજરાત સરકારના ૧૦૦ ટકા સહાય અનુદાનથી પંચાયતીરાજ તાલીમ કેન્દ્રા શરૂ કરવાનું ઠરાવેલું છે આ તાલીમ કેન્દ્રુ સરકારશ્રીના ધારધોરણ મુજબ તેમજ વિકાસ કમિશ્નર કચેરીના ર્માગદર્શન હેઠળ ચલાવવામાં આવે છે. આ તાલીમ કેન્દ્રમાં ત.ક.મંત્રી તથા સરપંચ, ઉપ સરપંચશ્રી તથા અન્ય પદાધિકારીશ્રીઓને તાલીમ આપાવામાં આવે છે. સરકારશ્રીની સૂચનામુજબ ત.ક.મં.ત્રીઓ માટે પાયાની તાલીમ ગ્રામ વિકાસ કરવામાં આવે છે. જયારે ઓપવર્ગની તાલીમ ૧૪ દિવસની રાખવામાં આવેલ છે. બારડોલી તાલીમ કેન્દ્ર ને આઠ જિલ્લાઓ જેવા કે, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ફાળવવામાં આવેલ છે. જેમાંથી તાલીમાર્થીઓ આવે છે. તાલીમ કેન્દ્રનું ૧૦ ટકા મહેકમ ગ્રાન્ટ તેમજ મરામત પેટે ગ્રાંટ આપવામાં આવે છે. તાલીમ કેન્દ્રમાં ૧ આચાર્ય તેમજ ૩ અધ્યાપક, સિનીયર કલાર્ક-૧, પટાવાળા-૨, રસોયા-૧,ની જગ્યા ઓ સરકારશ્રીએ મંજૂર કરેલ છે. અને હાલમાં પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર, બારડોલીના નવા મકાનની જમીન ફાળવણી મોજે-મોતા ખાતે ફાળવણી કરવામાં આવેલ છે અને મકાન બાંધકામ અંગેની કામગીરી પ્રગતિમાં છે.

(૫) ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ સંચાલિત પદાધિકારીશ્રી તાલીમ કેન્દ્રર, ગાંધીનગર.

પંચાયતીરાજને વધુ સરળ બનાવવા માટે લોકો ધ્વારા ચૂટાયેલા પ્રતિનિધિઓની પંચાયતીરાજ સાથે સંકળાયેલી બાબતોની વધુ અને સારી જાણકારી મળી રહે તે માટે પંચાયતોના પદાધિકારીઓને તાલીમ આપવાનું આવશ્યક જણાયું. તેથી ગાંધીનગર સ્થિત ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં બાબતની દરખાસ્ત રાજય સરકારે ધ્યાને લઇને ગાંધીનગર ખાતે ગુજરાત રાજય પંચાયત પરીષદના ઉપક્રમે પંચાયતોના પદાધિકારીઓ માટે એક તાલીમ કેન્દ્ર શરૂ કરવાનું નકકી કર્યુ. તેમજ તા.૧૧-૫-૧૯૭૯ના ઠરાવ મુજબ જગ્યા્ઓ મંજુર કરવામાં આવી. ગુજરાત પ્રદેશ પંચાયત પરીષદને પોતાની પ્રવૃતિઓ માટે ભવનની જરૂરિયાત ઉભી થતાં સરકારશ્રીએ સેકટર-૧૭માં કુલ ૧૨૫૮૦ ચો.મી.જમીન ફાળવી. જેમાંથી ૭૫૦૦ ચો.મી.માં પંચાયત પરીષદનું મકાન તેમજ સામી બાજુ ૫૦૮૦ ચો.મી.જમીન પર તાલીમ કેન્દ્રનું નિર્માણ થયું. વર્ષ ૧૯૯૨થી તાલીમ કેન્દ્ર ખાતે પદાધિકારીશ્રીઓ માટે વર્ગો શરૂ કરવામાં આવ્યા.

નિયામકશ્રી, ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ ભવન, શશીકુંજ, જૂનાગઢ ખાતે ત્રણ તાલીમ કેન્દ્રો પંચાયત વિભાગની સીધી દેખરેખ હેઠળ તેમજ પંચાયતી રાજ પ્રાદેશિક તાલીમ કેન્દ્ર, વડોદરા રાજય સરકાર દ્રારા વહીવટી અંકુશ હેઠળ અમલમાં છે. રાજયમાં આવેલ તમામ ૯ તાલીમ કેન્દ્રોમાં તલાટી કમ મંત્રીઓની પાયાની તાલીમ ચાલી રહેલ છે.

 • ગુજરાત રાજયમાં ચાલતા સર્વોદય કેન્‍દ્રોને વિકાસ કમિશ્નરની સુચના મુજબ ગ્રાન્‍ટ ફાળવવી.
 • ગુજરાત રાજયમાં ચાલતા સવા.દય કેન્‍દ્રોને અત્રેની કચેરીમાંથી ફાળવેલ ગ્રાન્‍ટનાં ઓડર પ્રમાણેનાં ગ્રાન્‍ટ ઇન એઇડનાં બીલ (બીટીઆર-૩૯) નાં પ્રતિ સહી કરવી.
 • ગુજરાત રાજયમાં ચાલતા સર્વોદય કેન્‍દ્રોને અત્રેની કચેરીમાંથી ફાળવેલ ગ્રાન્‍ટનો નકકી કરેલ માર્ગદર્શિકાઓ પ્રમાણે ઉપયોગ કર્યો છે. કે કેમ અને તેને લગતાં હિસાબી ચોપડાઓ તૈયાર કરીને વ્‍યવસ્‍થિત રીતે નિભાવ્‍યા છે કે કેમ તેનું ઓડીટ કરવું.ી
 • કચેરીમાંથી આવતા ટાઇપપત્રોની દરેક ટાઇપીસ્‍ટોને વહેંચણી કરવી.ટાઇપની કામગીરી કરવી. તેમજ શાખાધિકારીશ્રીની સુચનાઓ મુજબ તાત્કાલિક ટાઇપની કામગીરી સમયસર પુર્ણ કરી પહોંચાડવી.
 • કોમ્‍પ્‍યુટર ટાઇપીંગની કામગીરી માટે કોમ્‍પ્‍યુટર શાખામાં.
 • ટાઇપીંગની કામગીરી સર્વોદય શાખામાંથી.
 • ટાઇપીંગની કામગીરી.
 • અંગ્રેજી ટાઇપ તથા કોમ્‍પ્‍યુટર ની કામગીરી.
 • જીલ્લા તાલુકા પંચાયતોમાં ફરજ બજાવતા વર્ગ-૩ ના કર્મચારીઓ સામેની ખાતાકીય તપાસની કામગીરી.
 • ૨૦૭૧ પેન્‍શન ગ્રાન્‍ટની કામગીરી (પત્ર વ્‍યવહાર સિવાય) ૨૦૪૯ જીપી ફંડના વ્‍યાજના ગ્રાન્‍ટની કામગીરી (પત્ર વ્‍યવહાર સિવાય) ૨૨૩૫ લીંક ઇન્‍સ્‍યોરન્‍સ ગ્રાન્‍ટ અને બીલોના કાઉન્‍ટર સીગ્‍નેચરની કામગીરી(પત્ર વ્‍યવહાર સિવાય) ૮૦૧૧ જુથવીમા યોજના બીલોના કાઉન્‍ટર સીગ્‍નેચરની કામગીરી (પત્ર વ્‍યવહાર સિવાય) ૧૧. માં નાણાં પંચની કામગીરી-માહિતી એકત્રીકરણ બજેટ અંદાજો રીવાઇઝ બજેટ તૈયાર કરવા-ગ્રાંટ ફાળવણી ખર્ચ પત્રકો મેળવવા. એજી. રાજકોટ, અમદાવાદ મેળવણું તેમજ ખર્ચના નિયંત્રણ કામગીરી. પંચાયત કર્મચારીઓના મૃત્‍યુ પ્રસંગે મકાન પેશગી માંડવાળ બજેટ-ખર્ચ મેળવણું તાલીમ શાખા હસ્‍તકની તમામ હિસાબી કામગીરી.
 • (અ) નીચે જણાવેલ સદરોના બજેટ તૈયાર કરવા, ગ્રાન્‍ટ ફાળવણી કરવી, ખર્ચનું એ.જી. કચેરી સાથે મેળવણું કરવું અને વિનિયોગ હિસાબના ખુલાસા કરવા.
  • મુખ્‍ય સદર ૨૫૧૫-૧૦૧(૧) નોન પ્‍લાનથી ૧૦૧ થી ૧૦૧(૯) કુલસદર-૮
  • મુખ્‍ય સદર ૫૧૫-૯૭૯(૫) નોન પ્‍લાનથી ૧૦૧(૯) કુલ સદર ૧.
  • મુખ્‍ય સદર ૩૬૦૪-૧૦૧(૧) નોન પ્‍લાનથી ૧૦૧(૫) કુલ સદરો પ
  • મુખ્‍ય સદર ૩૬૦૪-૨૦૦(૧) નોન પ્‍લાનઅને ૨૦૦(૨) કુલ સદરો ર.
  • મુખ્‍ય સદર ૩૦૫૪-૮૦૦(૧) નોન પ્‍લાન કુલ સદરો ૧
  • મુખ્‍ય સદર ૭૬૧૫-૨૦૦(૧) નોન પ્‍લાનથી ૨૦૦(૬) કુલ સદરો ૬
  • મુખ્‍ય સદર ૮૨૩૫-૨૦૦(૧) કુલ સદરો ૧.કુલ સદરો-૨૪
 • (બ) રાજ સમકારી નીધીની ફાળવણી કરવી. દરખાસ્‍તો મેળવવી ગ્રાન્‍ટ ફાળવણી કરવી, એડજેસ્‍ટમેન્‍ટનાં હુકમો કરવાની દરખાસ્‍ત કરવી વગેરે. (ક) યુટીસી નોન પ્‍લાનને લગતી કામગીરી (ડ) અખિલ ભારતીય પંચાયત પરિષદને લગતી કામગીરી. (૭) લોન એડવાન્‍સ અંગેની અં.જી. કચેરીને પત્ર વ્‍યવહારની કામગીરી ( (૮) રેગ્‍યુલર બજેટ અને સુધારેલ બજેટના પરિપત્રો કરવા.
 • (૧) નિરીક્ષકશ્રી સ્‍થાનિક ભંડોળ હિસાબના ઓડીટ અહેવાલના ફકરાઓના જવાબો જિલ્‍લા પંચાયતો પાસેથી મળતા તેની ચકાસણી કરવી. પુર્તતા યોગ્‍ય નિયમાનુસાર ન હોય તો જરૂરી રીમાર્કસ સાથે સબંધિત જિલ્‍લા પંચાયતને પરત કરવા અથવા જવાબો સંપૂર્ણ હોય તો સરકારશ્રીમાં મોકલવાની કામગીરી (જવાબો મેળવવા જરૂરી સ્‍મૃતિપત્ર પાઠવવાની કામગીરીનો પણ સમાવેશ થાય છે.) જિલ્‍લા:-અમરેલી, બનાસકાંઠા, વડોદરા, વલસાડ, સુરેન્‍દ્રનગર

  (૨) ઓડીટ અહેવાલના પસંદ કરાયેલા મહત્‍વના ફકરાઓ (પ્રશ્નાવલિ) ના જવાબો જિલ્‍લા પંચાયત તરફથી મેળવવા તથા વિભાગને મોકલવા

  (૩) પંચાયતી રાજ સમિતિની બેઠક સમયે ચર્ચા માટેન પેરાઓની અદ્યતન માહિતી જિલ્‍લા પંચાયત પાસેથી મેળવવી અને સરકારશ્રીને બ્રીફીંગ મીટીંગ સમયે હાજર રહી પુરા પાડવા.

  (૪) પંચાયતી રાજ સમિતિના અહેવાલ ઉપર સરકારશ્રી ધ્‍વારા જરૂરી પગલાં લેવા જિલ્‍લા પંચાયત સાથે પત્ર વ્‍યવહાર (એક્ષન ટેકનની કામગીરી)

  (૫) જિલ્‍લા પંચાયતના પ્રમુખશ્રીના પ્રવાસભથ્‍થાના બીલો મંજુરી તથા દરખાસ્‍તો.

 • (૫) (૧૧) દબાણ ખસેડવા જીલ્‍લા પંચાયતોને સહાયક અનુદાન (નોનપ્‍લાન)

  (૬) (૧૨) રૂપાન્‍તરિત ગ્રામ પંચાયતોના કર્મચારીઓને ૧૦ ટકા મોંધવારી ભથ્‍થુ અનુદાન (નોનપ્‍લાન)

  (૭) (૩૨) આદિજાતિ સમુહ ધટકો (નોનપ્‍લાન) DNO.S

  (૮) સડીપી-૪ ધટક કક્ષાની એજન્‍સીને સંગીન બનાવવી (નોનપ્‍લાન)

  (૯) ઉત્તમ ગ્રામ પંચાયત પસંદગી યોજના (નોનપ્‍લાન)

  (૧૦) (૮) પંચાયતોના પ્રતિનિધિઓને ઇનામ(નોનપ્‍લાન)

  જી.પં.ભૌતિક તપાસણીના પેરાની કામગીરી

  (૧૧) DNO.73 ૨૮૦૧ સુધારેલ ચુલા યોજના (ઇ.) (નભદ)

  (૧૨) DNO.73 સુધારેલ ચુલા (નોનપ્‍લાન) (HG)

  (૧૩) ડી.નં.૯૩ ૨૮૦૧ સુધારેલા ચુલા યોજના (પ્‍લાન) એસ.સી.પી.

  (૧૪) ડી. નં.૯૩ ૨૮૦૧ સુધારેલ ચુલા યોજના (નોનપ્‍લાન) (એસ.સી.પી.) (૧૫) ડી.નં.૯૪ ૨૮૦૧ સુધારેલ ચુલા યોજના(પ્‍લાન) (ટીએએસપી)

  (૧૬) ડી.નં.૯૪ ૨૮૦૧ સુધારેલા ચુલા યોજના (નોનપ્‍લાન) ટીએએસપી (૧૭) ઉપરોકત ૧ થી ૧૩ ના સદરોની વાર્ષિક બજેટ-જોગવાઇ/સરકારશ્રીમાં સાદર કરવી.

  (૧૮) ઉપરોકત ૧ થી ૧૩ ના સદરોની આકસ્‍મિક બજેટ જોગવાઇ સરકારશ્રીમાં સાદર કરવી.

  (૧૯) ઉપરોકત ૧ થી ૧૩ ના સદરોની જીલ્‍લા કક્ષા/કલેકટરશ્રીઓ સામે બજેટની માહિતી તેમજ પત્ર વ્‍યવહારની કામગીરી.

  (૨૦) ઉપરોકત ૧ થી ૧૩ સદરોનું રાજકોટ એકાઉન્‍ટન્‍ટ જનરલશ્રી કચેરીએ માસિક વાર્ષિક મેળવણુંની કામગીરી.

  (૨૧) ઉપરોકત ૧ થી ૧૩ સદરોની ઓડીટ પેરાના વર્ષવાર ખુલાસાના જવાબો

  (૨૨) GEDA-TBSU અને એગ્રો ઇન્‍ડસ્‍ટ્રીઝને ગ્રાન્‍ટની ફાળવણી.

  (૨૩) સુધારેલા ચુલાને ગ્રાન્‍ટ બાબતે અત્રેની કચેરીની આયોજન શાખા તરફથી મળતી ગ્રાન્‍ટની ફાળવણી બાબતે અપાતી સુચનો અને નોંધ અન્‍વયેની કામગીરી.

  (૨૪) ઉપરોકત બજેટની લગતી કામગીરી બાબતે સરકારશ્રીમાં રૂબરૂ પરામર્શ કરવા બાબતે તપાસણી શાખાની હિસાબી બાબતોની સબંધિત તપાસણીની કામગીરી.

 • ૧. જાહેર હિસાબી સમિતિને લગતી બાબતે.

  ર. વિનિયોગ હિસાબોના વિગતવાર ખુલાસા

  ૩. શાખાની ગ્રાન્‍ટના ખુલાસા

  ૪. ઓડીટ અહેવાલ(મુલ્‍કી) ના વિગતવાર ખુલાસા

  ૫. ડ્રાફટપારા (મુલ્કી)માં સમાવેશ થયેલ હોય તેના ખુલાસા.

  ૬. જાહેર હિસાબ સમિતિની બેઠક બાબત. જીલ્લા પંચાયતોના ઓડિટ પેરા પત્રવ્‍યવહાર નિકાલ, એ.જી.ઓડિટ કમીટીની મીટીંગ.

 • ૨૦૭૧ પેન્‍શન ગ્રાન્‍ટની કામગીરી (પત્ર વ્‍યવહાર સિવાય) ૨૦૪૯ જીપી ફંડના વ્‍યાજના ગ્રાન્‍ટની કામગીરી (પત્ર વ્‍યવહાર સિવાય) ૨૨૩૫ લીંક ઇન્‍સ્‍યોરન્‍સ ગ્રાન્‍ટ અને બીલોના કાઉન્‍ટર સીગ્‍નેચરની કામગીરી(પત્ર વ્‍યવહાર સિવાય) ૮૦૧૧ જુથવીમા યોજના બીલોના કાઉન્‍ટર સીગ્‍નેચરની કામગીરી (પત્ર વ્‍યવહાર સિવાય) ૧૧. માં નાણાં પંચની કામગીરી-માહિતી એકત્રીકરણ બજેટ અંદાજો રીવાઇઝ બજેટ તૈયાર કરવા-ગ્રાંટ ફાળવણી ખર્ચ પત્રકો મેળવવા. એજી. રાજકોટ, અમદાવાદ મેળવણું તેમજ ખર્ચના નિયંત્રણ કામગીરી. પંચાયત કર્મચારીઓના મૃત્‍યુ પ્રસંગે મકાન પેશગી માંડવાળ બજેટ-ખર્ચ મેળવણું તાલીમ શાખા હસ્‍તકની તમામ હિસાબી કામગીરી.
 • (અ) નીચે જણાવેલ સદરોના બજેટ તૈયાર કરવા, ગ્રાન્‍ટ ફાળવણી કરવી, ખર્ચનું એ.જી. કચેરી સાથે મેળવણું કરવું અને વિનિયોગ હિસાબના ખુલાસા કરવા.

  ૧. મુખ્‍ય સદર ૨૫૧૫-૧૦૧(૧) નોન પ્‍લાનથી ૧૦૧ થી ૧૦૧(૯) કુલસદર-૮

  ૨. મુખ્‍ય સદર ૫૧૫-૯૭૯(૫) નોન પ્‍લાનથી ૧૦૧(૯) કુલ સદર ૧.

  ૩. મુખ્‍ય સદર ૩૬૦૪-૧૦૧(૧) નોન પ્‍લાનથી ૧૦૧(૫) કુલ સદરો પ

  ૪. મુખ્‍ય સદર ૩૬૦૪-૨૦૦(૧) નોન પ્‍લાનઅને ૨૦૦(૨) કુલ સદરો ર.

  ૫. મુખ્‍ય સદર ૩૦૫૪-૮૦૦(૧) નોન પ્‍લાન કુલ સદરો ૧

  ૬. મુખ્‍ય સદર ૭૬૧૫-૨૦૦(૧) નોન પ્‍લાનથી ૨૦૦(૬) કુલ સદરો ૬

  ૭. મુખ્‍ય સદર ૮૨૩૫-૨૦૦(૧) કુલ સદરો ૧.કુલ સદરો-૨૪

  (બ) રાજ સમકારી નીધીની ફાળવણી કરવી. દરખાસ્‍તો મેળવવી ગ્રાન્‍ટ ફાળવણી કરવી, એડજેસ્‍ટમેન્‍ટનાં હુકમો કરવાની દરખાસ્‍ત કરવી વગેરે. (ક) યુટીસી નોન પ્‍લાનને લગતી કામગીરી (ડ) અખિલ ભારતીય પંચાયત પરિષદને લગતી કામગીરી. (૭) લોન એડવાન્‍સ અંગેની અં.જી. કચેરીને પત્ર વ્‍યવહારની કામગીરી ( (૮) રેગ્‍યુલર બજેટ અને સુધારેલ બજેટના પરિપત્રો કરવા.
 • (૧) નિરીક્ષકશ્રી સ્‍થાનિક ભંડોળ હિસાબના ઓડીટ અહેવાલના ફકરાઓના જવાબો જિલ્‍લા પંચાયતો પાસેથી મળતા તેની ચકાસણી કરવી. પુર્તતા યોગ્‍ય નિયમાનુસાર ન હોય તો જરૂરી રીમાર્કસ સાથે સબંધિત જિલ્‍લા પંચાયતને પરત કરવા અથવા જવાબો સંપૂર્ણ હોય તો સરકારશ્રીમાં મોકલવાની કામગીરી (જવાબો મેળવવા જરૂરી સ્‍મૃતિપત્ર પાઠવવાની કામગીરીનો પણ સમાવેશ થાય છે.) જિલ્‍લા:-અમરેલી, બનાસકાંઠા, વડોદરા, વલસાડ, સુરેન્‍દ્રનગર

  (૨) ઓડીટ અહેવાલના પસંદ કરાયેલા મહત્‍વના ફકરાઓ (પ્રશ્નાવલિ) ના જવાબો જિલ્‍લા પંચાયત તરફથી મેળવવા તથા વિભાગને મોકલવા

  (૩) પંચાયતી રાજ સમિતિની બેઠક સમયે ચર્ચા માટેન પેરાઓની અદ્યતન માહિતી જિલ્‍લા પંચાયત પાસેથી મેળવવી અને સરકારશ્રીને બ્રીફીંગ મીટીંગ સમયે હાજર રહી પુરા પાડવા.

  (૪) પંચાયતી રાજ સમિતિના અહેવાલ ઉપર સરકારશ્રી ધ્‍વારા જરૂરી પગલાં લેવા જિલ્‍લા પંચાયત સાથે પત્ર વ્‍યવહાર (એક્ષન ટેકનની કામગીરી)

  (૫) જિલ્‍લા પંચાયતના પ્રમુખશ્રીના પ્રવાસભથ્‍થાના બીલો મંજુરી તથા દરખાસ્‍તો.

 • (૧) નિરીક્ષકશ્રી સ્‍થાનિક ભંડોળ હિસાબના વર્ષો-વર્ષના ઓડીટ અહેવાલના સામાન્‍ય ફકરાના જવાબો જિલ્‍લા પંચાયતો પાસેથી મેળવવા લોન/ગ્રાન્‍ટ વિગેરે બાબતે મળેલ પત્રકોની ચકાસણી કરી તમામ જિલ્‍લા પંચાયતોના જવાબો આવ્‍યેથી સંકલન કરી સંકલિત કરી જવાબ સરકારશ્રીમાં મોકલવાની કામગીરી.

  (૨) ઓડીટ અહેવાલના પસંદ કરાયેલ મહત્‍વના ફકરાઓ (પ્રશ્નાવલી) ના જવાબો જિલ્‍લા પંચાયત પાસેથી મેળવવા અને સંકલિત કરી જવાબ સરકારશ્રીમાં મોકલવા

  (૩) પંચાયતી રાજ સમિતિની બેઠક સમયે ચર્ચા માટેના પેરાઓની અદ્યતન માહિતી જિલ્‍લા પંચાયતો પાસેથી મેળવવી અને સરકારશ્રીને બ્રીફીંગ મીટીંગ સમયે પુરી પાડવી.

  (૪) પંચાયતી રાજ સમિતિની અહેવાલ ઉપર સરકારશ્રી દ્વારા જરૂરી પગલાં લેવા જિલ્‍લા પંચાયત સાથે પત્ર વ્‍યવહાર કરવો.

  (૫) જિલ્‍લા પંચાયતોની બાકી વસુલાત (ઓડીટ અહેવાલની) જરૂરી માહિતી નિયત પત્રકમાં જિલ્‍લા પંચાયતો પાસેથી મંગાવવાની કામગીરી.

 • (૧) નિરીક્ષકશ્રી સ્‍થાનિક ભંડોળ હિસાબના ઓડીટ અહેવાલના ફકરાઓનાં જવાબો જિલ્‍લા પંચાયતો પાસેથી મેળવવા, જવાબો મળ્યેથી તેની ચકાસણી કરવી. પુર્તતા યોગ્‍ય્‍ નિયમોનુસાર ન હોય જરૂરી રીમાર્કસ સાથે સબંધિત જિલ્‍લા પંચાયતને પરત કરવા અથવા જવાબો સંપુર્ણ હોય તો સરકારશ્રીમાં મોકલવાની કામગીરી. જિલ્‍લા:- ભાવનગર, ભરૂચ, ડાંગ, જુનાગઢ, કચ્‍છ, ખેડા, મહેસાણા, પંચમહાલ, સુરત

  (૨) ઓડીટ અહેવાલના પસંદ કરાયેલ મહત્‍વના ફકરાઓ(પ્રશ્નાવલી) ના જવાબો જિલ્‍લા પંચાયત પાસેથી મેળવવા તથા વિભાગને મોકલવા.

  (૩) પંચાયતી રાજ સમિતિના બેઠક સમયે ચર્ચા માટેના પેરાઓની અદ્યતન માહિતી જિલ્‍લા પંચાયત પાસેથી મેળવવી અને સરકારશ્રીને બ્રીફીંગ મીટીંગમાં હાજર રહી પુરી પાડવી.

  (૪) પંચાયતી રાજ સમિતિના અહેવાલ ઉપર સરકારશ્રી ધ્‍વારા જરૂરી પગલા લેવા સુચના થતાં તે મુજબ જરૂરી પગલાં લેવા જિલ્‍લા પંચાયત સાથે પત્ર વ્‍યવહાર(એક્ષન ટેકનની કામગીરી)

  • ૧. જુદાજુદા મુખ્ય સદરોની આયોજનની ગ્રાન્ટની ફાળવણી (મુખ્ય સદરઃ-૨૨૧૬ ના ગૌણ સદરો ૧૦૨, ૭૯૬ તથા ૮૦૦, ૨૫૧૫ ના ગૌણ સદરો
  • ૨. મુખ્યસદરો ૨૫૧૫ તથા ૨૦૨૦ના ગૌણ સદર ૮૦૦ ની નોન પ્લાનની ગ્રાન્ટ ફાળવણી
  • ૩. ગ્રાન્ટના ખર્ચની એ.જી.રાજકોટ સાથે મેળવણી.
  • ૪. આયોજનનું બજેટ તથા રીવાઇઝડ બજેટ, ગ્રાન્ટ સરન્ડર તથા મીસએપ્રોપીએશન.
  • ૫. ગુજરાત પંચાયત નાણાં બોડને પોતાના કોઇ કર્મચારી ન હોઇ, બોર્ડના હિસાબની કામગીરી (ઇન ગુડ ફેઇથ)
 • ૧૦ માં નાણાંપંચ અનુદાન-ખર્ચ પત્રકો અને વપરાશના પ્રમાણપત્રો તથા સંબંધિત પત્ર વ્યવહાર
 • જિલ્લા સહાયક નિરીક્ષકશ્રી, અહેવાલ, મહેસાણા, વડોદરા, ગોધરા, અમદાવાદ, સુરત, ગાંધીનગર, વલસાડ, અમરેલી, રાજકોટ.
  • - ટપાલ માર્કિંગ- બાકી પેરા નિકાલ
  • - જિલ્લા કક્ષાએ કેમ્પ અંગેની કામગીરી
  • - જિલ્લા પંચાયતના હિસાબી અધિકારીશ્રીઓની મીટીંગની કામગીરી.
  • - જિલ્લા પંચાયતં ના બચત અતિખર્ચને લગતી તમામ કામગીરી જિલ્લા પંચાયત ના કોમ્પ્યુટરાઇઝેશનની કામગીરી ભુજ, કચ્છ અને ખેડા જિલ્લા સાથે પત્ર વ્યવહારની કામગીરી
 • બઢતી/બદલી – પગાર બાંધણીની કામગીરી.
  • - ઉચ્ચત્તર પગાર ધોરણ નક્કી કરવા.
  • - કચેરીના પગાર ભથ્થાઓ અને પેશગીઓની કામગીરી
  • - કચેરી કર્મચારીઓના પેન્શન કેસ તૈયાર કરવા.
  • - કેશબુકની ચકાસણી- સુપરવાઇઝરીંગ
 • માસિક ખર્ચના હિસાબો
  • - જીલ્લા/તાલુકા પંચાયતના વાર્ષિક હિસાબો.
  • - હિસાબોની ચકાસણી ખતવણી કામગીરી
  • - માસિક હિસાબો, વાર્ષિક હિસાબોનું એકત્રીકરણ
  • - અન્ય ટેબલને સીધી ન સ્પર્શતી બાબતનો પત્રવ્યવહાર.
  • - અત્રેની કચેરીની સર્વેદયની વધારાની કામગીરી, ભાવનગર, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લા સાથે પત્ર વ્યવહાર તેમજ બાકી ઓડીટ પેરાને લગતી કામગીરી.
 • પેન્શન, જી.પી.ફંડ, ગૃપ ઇન્સુરન્સ બાબતે અરજદારોના પત્રોનો નિકાલ કરવો.
  • - જિલ્લા સહાયક નિરીક્ષકશ્રી, ઓઢીટ અહેવાલ સાબરકાંઠા, ડાંગ, જામનગર.
  • - પેન્શન અંગેના ત્રિમાસિક પત્રકો તૈયાર કરવા.
  • - પેન્શન અંગેના હાઇકોર્ટ મેટરની કામગીરી
  • - પેન્શન અંગેના મા.મુખ્યમંત્રીશ્રી સંદર્ભની કામગીરી.
  • - નિવૃત થનાર કર્મચારીઓ/અધિકારીઓની માહિતી એક્ત્રીકરણ તથા કોમ્પ્યુટરાઇઝેશન વિગતો ડીપીપી કચેરીને પુરી પાડવી. ભરુચ અને જુનાગઢ જિલ્લા સાથે પત્ર વ્યવહાર તેમજ બાકી ઓડીટ પેરોની કામગીરી
 • કેશ, કન્ટેજન્સી બીલો, ઉચ્ચક બીલો.
 • પગારબીલ, ડીફરન્સ-બીલ, એ.જી.કચેરી સાથે ખર્ચનું મેળવણું, પી.એ.ઓ.સાથે ગ્રાન્ટ/ખર્ચનું મેળવણું, પી.એ.ઓ. સાથે ગ્રાન્ટ/ખર્ચ મેળવણું, વાઉચર બીલો મેળવવા તથા અન્ય કામગીરી.
 • ટી.એ.બીલ, મેડીકલ બીલ જી.પી.એફ. એડવાન્સ બીલ અન્ય એડવાન્સ બીલ મંજુર કરાવવું અને બીલ બનાવવું એ.જી.સાથે મેલવણું.
  • - વર્ગ-૧-૨ ના અધિ,ની સેવાપોથી નિભાવવી, જીપીએફ. પાસબુક નિભાવવી અદ્યતન કરવી.
  • - નોક્યુ સર્ટીફિકેટ
 • એચ.બી.એ./એમ.સી.એ.ફાઇલોની તમામ કામગીરી, હિસાબી શાખા, ઓડીટ શાખાની ટપાલ મેળવવી મોકલવી અને અન્ય અગત્યની કામગીરી.
 • કચેરી વહીવટને લગતી કામગીરી જેવી કે, કચેરીમાં ઉપયોગી વસ્‍તુઓની ખરીદી, સ્‍ટોર્સની કામગીરી જેવી કે, સ્‍ટેશનરી, ફોર્મ્‍સ સ્‍ટેશનરી અંગેના ઇન્‍ડેન્‍ટ તૈયાર કરવાની-સ્‍ટેશનરી મેળવવાની તથા કચેરીના વાહન તેમજ વાહનને લગતી તમામ કામગીરી, રીપેરીંગ સર્વિસ, વિમો તથા આનુષાંગિક કામગીરી. કચેરીના વાહનના પેટ્રોલના બીલોને ચુકવવા કરવાની કામગીરી. ટેલીફોન અંગેના તમામ પ્રકારના પત્રવ્‍યવહારની કામગીરી. વર્ગ-૪ પટાવાળાને ડ્રેસનું કાપડ તથા ગરમ કાપડ વિગેરે ખરીદવા તથા ફાળવવા અંગેની કામગીરી. ડ્રાઇવરના ડ્રેસને લગતી કામગીરી. ડેડસ્‍ટોક, જાહેર હરાજી વિગેરેને લગતી કામગીરી. શાખાના નિયંત્રણમાં રહેતા નાયબ ચીટનીશ, કલાર્ક, પટાવાળા, ડ્રાયવર તથા ટાઇપીસ્‍ટ ના પરચુરણ-મરજીયાત રજાઓ લગતી તથા રજા મંજુર કરવા અંગેના અભિપ્રાય અંગેની કામગીરી. વાહનના હિસ્‍ટ્રીશીટ રજીસ્‍ટર, પેટ્રોલ રજીસ્‍ટર, ડીસ્‍મેન્‍ટલ રજીસ્‍ટર નિભાવવાની કામગીરી. કચેરીના ટેબલ-ખુરશી વિગેરેને મરામત કરાવવા અંગેની કામગીરી. કચેરીમાં ખરીદેલ વસ્‍તુઓ માટે ખરીદી રજીસ્‍ટર નિભાવવાની કામગીરી. વિ.ક.શ્રી અને અ.વિ.ક.શ્રીની મુલાકાતે આવતા અધિકારી/પદાધિકારીની સરભરા માટે એડવાન્‍સ અંગેની કામગીરી. જિ.વિ.અ.શ્રીઓની મીટીગ અંગેની કામગીરી તથા કુદરતી આપત્તિ અંગેની નાગરિક અધિકાર પત્ર અંગેની કામગીરી તથા અધિકારીઓના દૈનિક સમાચાર પત્રોની ચુકવણી.
 • ઉપર મુજબ-ટેલીગ્રામ બિલને લગતી તથા અધિકારીઓના દૈનિક સમાચાર પત્રોની ચુકવણી
 • ટપાલ માર્ક કરવી. ઓફિસને લગતી કામગીરીમાં નોંધ મુકવી. નાગરીક અધિકાર પત્ર-ડી.ડી.ઓ. મીટીંગ. શાખાની કામગીરી ઉપર નિરીક્ષણ કરવું.
 • માર્ક કરેલી ટપાલ નોંધણી કરવી. રેકર્ડ રૂમ, લાયબ્રેરી, નકલો કાઢી આપવી.(સર્ટી ફાઇડ) ખાનગી ટપાલ નોંધણી, હાઇકોર્ટની ટપાલ નોંધવી.
 • ઇન્‍વર્ડમાં આવેલ ટપાલ નોંધવી, બહારથી આવેલ ટપાલ લેવી, સરકારી ટપાલ લઇને અધિકારી સમક્ષ રજુ કરવી. અધિકારીશ્રી તરફથી સંયોજન શાખાને લગતી સોંપવામાં આવતી તમામ કામગીરી.
 • કચેરીમાંથી આવેલ ટપાલ આઉટવર્ડ કરવાની કામગીરી.
 • રજીટ્રીશાખામાં નોંધાયેલ જુના તથા નવા સચિવાલય, બ્‍યુરો, જિલ્‍લા પંચાયત, તકેદારી આયોગ વિગેરે સ્‍થાનિક ટપાલ પહોંચાડવાની કામગીરી કવરો તૈયાર કરી આર.પી.એ.ડી.અને પાર્સલ કવરો ઉપર સ્‍લીપો તથા પોસ્‍ટ ઓફીસ એડી.પહોંચાડવાની.
 • ચોકીદાર તરીકેની કામગીરી.
 • ફેકસ, ઝેરોક્ષ મશીન ઓપરેટ કરવાની કામગીરી.
 • ગુજરાત પંચાયત અધિ. ૧૯૯૩ અન્વ યે પંચાયત પદાધિકારીશ્રીઓ સામેની ફરીયાદો, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સામે પગલા લેવાની જોગવાઇ, ગ્રામ પંચાયત વિભાજનની કામગીરી, તાલુકા જિલ્લાગ વિભાજનથી થતી અસરો, પંચાયત પદાધિકારીશ્રીઓને હવાઇ મુસાફરીની મંજુરી, ખેડૂત પ્રવાસ, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત સ્પધર્ધાની કામગીરી, સીડમની કામગીરી, ગ્રામ્યા કક્ષાના દબાણ સંબંધે નિયંત્રણ અને સમીક્ષાની કામગીરી, કર અને ફી ની સમીક્ષા, ગ્રામ સભાની કામગીરી, ગ્રામ, તાલુકા, જિલ્લાા પંચાયતને સુપરસીડ / વિસર્જનની કામગીરી, સ્ટેામ્પબ ડયુટી, જિલ્લાર પંચાયતના પ્રમુખને હવાઇ પ્રવાસની મંજુરી, ગરીબ કલ્યાાણ મેળા, ગૌણવન પેદાશ, ગ્રામ / તાલુકા / જિલ્લાસ પંચાયતને સ્વોભંડોળમાંથી ખર્ચ કરવાની પૂર્વ મંજુરી, પંચાયતોને પોતાના વિસ્તાુરમાં સહાયક અનુદાન આપવાની મંજુરી, સ્થાવવર મિલ્કરત, સ્વાત્વાવર્પિત ની મંજુરી, તાલુકા / જિલ્લાી પંચાયતના પ્રમુખના હેડકવાર્ટર મંજુર કરવા, તાલુકા / જિલ્લાન પંચાયતને સ્વ ભંડોળમાંથી વાહનો ખરીદવાની પૂર્વ મંજુરી, સામાજીક ન્યાવય સમિતિની સુવિધા, જમીન મહેસુલ ઉપકરના દરોમાં વધારો કરવાની મંજુરી, જમીનને લગતા તથા પંચાયત અધિનિયમ હેઠળની પરચૂરણ કામગીરી.
 • પંચાયત અધિનિયમને લગતી મહત્વ ની બેઠકોમાં હાજરી આપવી, નિયંત્રણ હેઠળના કર્મચારીઓ તરફથી રજૂ થતી ફાઇલો પર અભિપ્રાય આપવો.
 • ગુજરાત પંચાયત અધિ. ૧૯૯૩ ની કલમ-૩૨(૧), કલમ-૮૫(૧)(ર), કલમ-૮૭(૧)(૨), કલમ-૯૩, ૧૧૬, ૧૩૮, ૧૬૩, ૨૪૧, ૧૯૧, ૨૫૩, ૨૭૯ હેઠળની કામગીરી તથા રાજ્ય સરકારશ્રીમાં થતી રીવીઝન અપીલ સંબંધેની કામગીરી.
 • ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ અન્વયે ગ્રામ પંચાયતના પદાધિકારીઓ સામેની અપીલ, ગ્રામ / તાલુકા / જિલ્લા પંચાયત ચૂંટણી અંગેની કામગીરી, તાલુકા / જિલ્લા પંચાયતના ઠરાવો અવલોકનમાં લઇ પ્રતિષેધ અંગેની કામગીરી, જિલ્લા પંચાયતને પંચાયત અધિનિયમ અન્વયે માર્ગદર્શન આપવાની કામગીરી પેસા એકટ અન્વયેની કામગીરી પંચાયત સંવર્ગના વર્ગ-૩ ના કર્મચારીઓના શિક્ષાત્મક હુકમો સામેની અપીલો, બિનહરીફ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક અનુદાન આપવાની કામગીરી, જિલ્લા પંચાયતના પદાધિકારીઓની ફરજો પ્રત્યેઅ ગંભીર ગફલતથી નુકશાન બગાડ થયો હોય તો જવાબદારી નક્કી કરવાની કામગીરી, ગ્રામ પંચાયતની ચૂંટણી ન થાય તેવા સંજોગોમાં વહીવટદારની નિમણૂંક કરવા અંગે સરકારમાં દરખાસ્ત કરવા અંગેની કામગીરી, તાલુકા / જિલ્લા પંચાયતના ઠરાવ વિરૂધ્ધ અપીલની કામગીરી, તાલુકા / જિલ્લા પંચાયતના કિસ્સામાં પ્રથમ સભા બોલાવવા તથા તે અંગેની તકરાર સાંભળવાની સત્તા જિલ્લા પંચાયતના સદસ્ય ની ગેરલાયકાત અંગે જગ્યાત ખાલી પાડવા અંગેની કાર્યવાહી, તાલુકા / જિલ્લા પંચાયતની બેઠકોની સંખ્યા નક્કી કરવા તથા પ્રમુખના હોદ્દા અનામત રાખવાની કામગીરી, તાલુકા પંચાયતના સભ્યો ના રાજીનામા અંગેની તકરાર સાંભળવા, જિલ્લા પંચાયતના પ્રમુખના રાજીનામા મંજુર કરવાની સત્તા ની કામગીરી, ગ્રામ / તાલુકા / જિલ્લાન પંચાયત ઉપર એકંદર નિયંત્રણની કામગીરી.
 • ગુજરાત પંચાયત અધિનિયમ – ૧૯૯૩ ની કલમ-૫૭(૩), ૫૯(૩), ૩૨(ર), ૭૩(૩), ૧૪૫(૧૭)(બ), ૬૩(૮), ૬૮(૪), ૭૭, ૮૨, ૮૯, ૭૦, ૮૪, ૧૪૫, ૨૪૯(૪) અને ૨૪૯(૫), ૨૬૭, ૨૭૩, ૨૭૫ ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપીલના નિયમ-૧૪-૨૧ હેઠળની અપીલો.
ક્રમ વિગત ડાઉનલોડ
સંગઠનની વિગતો કાર્યો અને ફરજો
અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો
નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવામાં આવતી કાર્યપદ્ધતિ
કાર્યો કરવા માટે નકકી કરેલા ધોરણો
કાર્યો કરવા માટે કર્મચારીઓ ધ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિમયો, સૂચનાઓ, નિયમસંગ્રહ અને દફતરો
નિભાવવામાં આવતા દસ્તાવેજોની વિગત દર્શાવતું પત્રક
તંત્રના ભાગ તરીકે રબચાયેલ બોર્ડ, પરિષદ, સમિતિઓ અને અન્ય સંસ્થાઓનું પત્રક  
અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓની માહિતી પુસ્તિકા (ડિરેકટરી)
અધિકારી અને કર્મચારીઓને મળતું માસિક મહેનતાણું
૧૦ વર્ષ ૨૦૨૦-૨૧ ના અંદાજપત્રની વિગતો.
૧૧ સહાયકી કાર્યક્રમના અમલ અંગેની માહિતી
૧૨ આપેલ રાહતો, પરમિટો કે અધિકૃતિ મેળવનારની વિગતો
૧૩ વિજાણુરૂપે ઉપલબ્ધ વિવિધ યોજનાઓની માહિતી
૧૪ માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સવલતોની વિગતો
૧૫ જુદી જુદી સરકારી ઓથોરીટી માટે મદદનીશ માહિતી અધિકારી, માહિતી અધિકારી અને એપલેટ ઓથોરીટીની વિગત દર્શાવતું પત્રક
૧૬ અન્ય ઉપયોગી માહિતી