પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ


મુખપૃષ્ઠ મહાત્‍મા ગાંધી સ્‍વચ્‍છતા મિશન

મહાત્‍મા ગાંધી સ્‍વચ્‍છતા મિશન

મહાત્‍મા ગાંધી સ્‍વચ્‍છતા મિશન
  • ૦૧મહાત્મા ગાંધી સ્વચ્છતા મીશન જાન્યુઆરી-૨૦૧૪ થી પ્રારંભ.
  • ૦૨સરકારશ્રીના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંકઃ પરચ/૨૦૧૪/૯૯/ચ, તા.૦૨/૦૮/૨૦૧૪ થી મહાત્મા ગાંધી સ્વચ્છતા મીશન કાર્યક્રમ માટે રૂા.૨૦.૮૫ કરોડની ગ્રાન્ટની જોગવાઇ.
  • ૦૩૨૦૧૪-૧૫ માં મહાત્મા ગાંધી સ્વચ્છતા મીશન યોજના હેઠળ પ૦૦૦ થી ઉપરની વસ્તી ધરાવતી ૧૩૬૭ ગ્રામ પંચાયતોને ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરીને એકત્રીત કરવામાં આવેલ કચરો લેન્ડફીલ સાઇટ સુધી લઇ જવા માટે માસિક વયકિતદીઠ રૂા.૨/- લખે રૂા.૧૮૦૯.૨૫ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી.
  • ૦૪વર્ષઃ ૨૦૧૪-૧૫ માં ગિતશીલ ગુજરાત ફેજ ટુ અંતર્ગત ૫૦૦૦ થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોમાં ડોર ટુ ડોર ઘન કચરાના કલેકશનની કામગીરી માટે ૧૦૦૦ ગ્રામ પંચાયતના આપેલ લક્ષાંક સામે ૧૧૯૮ ગ્રામ પંચાયતમાં કામગીરી શરૂ કરવામાં આવી.
  • ૦૫૨૦૧૫-૧૬ માં મહાત્મા ગાંધી સ્વચ્છતા મીશન યોજના હેઠળ પ૦૦૦ થી ઉપરની વસ્તી ધરાવતી ૧૪૪૨ ગ્રામ પંચાયતોને ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરીને એકત્રીત કરવામાં આવેલ કચરો લેન્ડફીલ સાઇટ સુધી લઇ જવા માટે માસિક વયકિતદીઠ રૂા.૨/- લખે રૂા.૨૭.૫૧ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી તથા ૨૦૦૧ થી પ૦૦૦ સુધીની વસ્તી ધરાવતી ૫૨૭૪ ગ્રામ પંચાયતોને ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરીને એકત્રીત કરવામાં આવેલ કચરો લેન્ડફીલ સાઇટ સુધી લઇ જવા માટે માસિક વયકિતદીઠ રૂા.૨/- લખે રૂા.૩૮.૪૮ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી.
  • ૦૬વર્ષઃ ૨૦૧૫-૧૬ માં ગિતશીલ ગુજરાત ફેજ થ્રી અંતર્ગત ૨૦૦૧ થી ૫૦૦૦ સુધીની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોમાં ડોર ટુ ડોર ઘન કચરાના કલેકશનની કામગીરી માટે ૨૦૦૦ ગ્રામ પંચાયતના આપેલ લક્ષાંક સામે ૨૧૯૮ ગ્રામ પંચાયતમાં કામગીરી શરૂ કરવામાં આવી.
  • ૦૭વર્ષઃ ૨૦૧૬-૧૭ માં રાજયની તમામ ગ્રામ પંચાયનોને આવરી લઇ ગ્રામ પંચાયતોમાં ડોર ટુ ડોર ઘન કચરાના કલેકશનની કામગીરી માટે રૂા.૮૪.૦૦ કરોડ જોગવાઇ કરેલ છે. જેમાંથી માસિક વ્યકિત દીઠ રૂા. ર/- લેખે રૂા. ૪૩.૮૯ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે.
  • ૦૮વર્ષઃ ૨૦૧૭-૧૮ માં રાજયની તમામ ગ્રામ પંચાયનોને આવરી લઇ ગ્રામ પંચાયતોમાં ડોર ટુ ડોર ઘન કચરાના કલેકશનની કામગીરી માટે રૂા. ૭૨.૦૦ કરોડ જોગવાઇ કરેલ છે. જેમાંથી માસિક વ્યકિત દીઠ રૂા. ર/- લેખે રૂા. ૬૩.૦૪ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે.