પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ
મુખપૃષ્ઠ યોજનાઓ૧૪ મું નાણાપંચ

૧૪ મું નાણાપંચ
૧૪ માં નાણાપંચ અંતર્ગત વર્ષ ૨૦૧૫-૨૦ નાં પાંચ વર્ષનાં સમયગાળા દરમ્યાન રૂા. ૭૭૭૧.૨૬ કરોડ બેઝીક ગ્રાંટ અને રૂા. ૮૬૩.૪૭ કરોડ પર્ફોમન્સ ગ્રાંટ મળનાર છે. પર્ફોમન્સ ગ્રાંટ વર્ષ ૨૦૧૬-૧૭ થી મળનાર છે. ૧૪મા નાણાંપંચની મળનાર ગ્રાન્ટ પૈકી બેઝિક ગ્રાન્ટ નો હિસ્સો ૯૦ ટકા અને પરફોર્મન્સ ગ્રાન્ટનો હિસ્સો ૧૦ ટકા રહેશે. સદરહું ગ્રાંટની ફાળવણી સીધી જ ગ્રામ પંચાયતોને કરવામાં આવનાર છે. ૧૪મા નાણાંપંચની ભલામણોમાં દર્શાવ્યા મુજબ વર્ષ ૨૦૧૧ની વસ્તીને આધાર ગણી કુલ ગ્રાન્ટના ૯૦ ટકા ગ્રાન્ટ ગ્રામ પંચાયતની વસ્તીના આધારે અને ૧૦ ટકા ગ્રાન્ટ ગ્રામ પંચાયતના વિસ્તારના આધારે ફાળવવાની રહેશે.

પર્ફોમન્સ ગ્રાંટ મેળવવા માટે દર વર્ષે ગ્રામ પંચાયતે નીચેની શરતો પરિપૂર્ણ કરવાની રહેશે.


જે તે વર્ષની ગ્રાંટ મેળવવા માટે ગ્રામ પંચાયતે તે વર્ષની આગળના બે વર્ષના ઓડિટેડ વાર્ષિક હિસાબો રજુ કરવાના રહેશે. એટલે કે વર્ષ ૨૦૧૬-૧૭ ની ગ્રાંટ મેળવવા માટે વર્ષ ૨૦૧૪-૧૫ના વાર્ષિક હિસાબો રજુ કરવાના રહેશે. ગ્રામ પંચાયતના બુકસ ઓફ એકાઉન્ટસ લોકલ ફંડ ઓડિટ વિભાગ દ્વારા તૈયાર કરવા દરમ્યાન જે જે આવક ધ્યાને લેવામાં આવશે તેમાં સ્વ કર, બિન કર, એસાઇન્ડ કર, ડિવોલ્યુશન, રાજય તરફથી મળતી ગ્રાંટ, નાણાંપંચ તરફથી મળતી ગ્રાંટ, કેન્દ્ર/રાજય સરકાર તરફથી સોંપાયેલ કોઇ પણ એજન્સીના કામ માટે મળતી ગ્રાંટનો સમાવેશ કરવાનો રહેશે.

જે વર્ષના ઓડિટેડ એકાઉન્ટ રજુ કરવામાં આવે તેમાં તે વર્ષની આવક એટલે કે પંચાયતના પોતાના કરની આવકનો, તેના આગળના વર્ષની આવક કરતાં વધારો થયેલ બતાવવાનો રહેશે. આ આવકમાં કેન્દ્ર/રાજય સરકાર તરફથી મળેલ રકમ કે કોઇ પણ ગ્રાંટનો સમાવેશ કરી શકાશે નહિં.

દરેક ગ્રામ પંચાયતને ફાળવવામાં આવેલ બેઝીક ગ્રાન્ટ પૈકી ૧૦ ટકાથી વધે નહિં તેટલી રકમ વહીવટી ખર્ચાઓ તેમજ મુડીગત ખર્ચાઓ જેવા કે, સ્ટેશનરી/ કચેરી જાળવણી/કોમ્પ્યુટર લગત ખર્ચ/મહેકમ જેવા ખર્ચાઓ માટે વાપરી શકાશે.

૧૪ માં નાણા પંચ હેઠળ મળનાર બેઝીક ગ્રાન્ટ (૯૦ ટકા) નો તથા મળનાર પરફોર્મન્સ ગ્રાન્ટનો ઉપયોગ ગ્રામ પંચાયત નીચેના હેતુઓ માટે કરી શકાશે.


પીવાનુ પાણી પુરૂ પાડવાની યોજના

સેનીટેશન

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ (કચરાના નિકાલ માટેના સાધનો વસાવવા, ડમ્પીંગ સાઇટ બનાવવા તથા ઘન/પ્રવાહી કચરાના વર્ગીકરણ માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવા)

સ્ટોર્મ વોટર ડ્રેનેજ

આંતરીક રસ્તા

ગામનાં મુખ્ય માર્ગ ઉપર ફુટપાથ

હાટ બજાર.

પ્રાથમીક શિક્ષણમાં ખુટતી પાયાની સુવિધા

આંગણવાડી કેન્દ્રોમાં ખૂટતી સુવિધા.

ગુજરાત પંચાયત અધિનિયમની અનુસુચિ–૧માં ઠરાવેલ ગ્રામ પંચાયતના કાર્યો અને ફરજો અદા કરવા માટે ઉભી કરવાની થતી સામુહિક સુવિધાઓ.

મનરેગા યોજનાના કન્વર્ઝન્સમાં મિલ્કતોના ટકાઉપણામાં વધારો કરવા માટે.

ઇ-ગ્રામની સુવિધામાં વધારો કરવો.

વિજળીકરણના કામો.(સ્ટ્રીટલાઇટ)(LEDના ઉપયોગનેપ્રાથમિકતા આપવી.)

કોમ્યુનીટી એસેટના કામો તથા કોમ્યુનીટી એસેટની જાળવણી

કબ્રસ્તાન/સ્મશાનગૃહના કામો.

૧૪મા નાણાંપંચ હેઠળ મળનાર બેઝિક ગ્રાન્ટ (૯૦ ટકા) અને પરફોર્મન્સ ગ્રાન્ટ (૧૦ ટકા) માંથી નીચે મુજબના કામો હાથ ધરી શકાશે નહિં.


અસ્થાયી પ્રકારના મરામતના કામો.

સોલાર લાઇટના કામો.

સ્ટેશનરી/ઓફિસ ફર્નિચર ખરીદીના કામો.

મહેકમ અંગેના ખર્ચના કામો.

વીજળીબીલ અંગેનો ખર્ચ.

કન્ટીજન્સી ખર્ચના કામો.

ગ્રામ પંચાયત દ્વારા વિલેજ ડેવલપમેન્ટ પ્લાન બનાવવાનો રહેશે. જેમાં સંતુલિત આયોજન માટે સેકટરવાર નીચે મુજબની ટકાવારી પ્રમાણે કામો સમાવવાના રહેશે.

ક્રમવિગતટકાવારી
બાંધકામને લગતા કામો. ૬૦
સામાજીક સેવાઓને લગતા કામો ( શિક્ષણ, બાળ વિકાસ, હાટ બજાર, ઇ-ગ્રામ ) ૨૦
સામૂહિક સંપતિના નિભાવ અને મરામતના કામો. ૨૦

14th Finance Commission Grants Release Status

Financial YearInstallmentGrant Received From CenterGrant Released From Development Commissioner
Amount DateAmount Date
(Rs in Cr.)(Rs in Cr.)
2015-161st466.138/18/2015466.138/28/2015
2015-162nd466.121/8/2016466.121/20/2016
2016-171st645.336/20/2016645.337/1/2016
2016-172nd645.331/11/2017645.331/21/2017
2015-16Performance169.321/11/2017169.321/21/2017
2017-181st745.7356/21/2017745.7357/1/2017
2017-182nd745.7351/22/2018745.7351/31/2018
2016-17Performance191.613/31/2018191.614/9/2018