પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ


મુખપૃષ્ઠશાખાઓ તાલીમ શાખા શાખાની કામગીરી

તાલીમ શાખાની કામગીરી


(૧) રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ યોજનાઃ જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતના તમામ પદાધિકારીશ્રીઓને તાલીમ આપવાની યોજના.


રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ યોજના હેઠળ સમગ્ર રાજયમાં તા. ૧૦/૧/૨૦૧૦થી ૧૫/૫/૨૦૧૦ દરમ્યાન પ્રથમ તબક્કામાં તેમજ ૧૦/૮/૨૦૧૦થી૩૦/૩/૨૦૧૧ સુધીમાં બીજા તબક્કામાં કુલ ૧,૨૭,૮૩૧ પદાધિકારીશ્રીઓને તાલીમ આપવામાં આવેલ છે.

૩૩ જિલ્લાના કુલ ૧૦૩૧ પદાધિકારીશ્રીઓ.

૨૪૮ તાલુકાના ૪૨૦૧ પદાધિકારીશ્રીઓ.

૧૩૭૩૮ ગ્રામ પંચાયતના કુલ ૧,૨૨,૯૪૪ પદાધિકારીશ્રીઓ.

તાલીમના પ્રથમ તબક્કામાં રાજયના ટી.એ.એસ.પીમાં સમાવિષ્ટે થતા કુલ ૧૧ જિલ્લાઓ બનાસકાંઠા, ભરૂચ, દાહોદ, ડાંગ, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, વલસાડ, તેમજ તાપીના ગ્રામ્ય કક્ષાના તમામ પદાધિકારીશ્રીઓને તાલીમ હેઠળ આવરી લેવામાં આવેલ છે. જયારે અન્ય જિલ્લાઓના ગ્રામકક્ષાના સરપંચશ્રી તેમજ ગ્રામ પંચાયત સામાજીક ન્યાય સમિતીના અધ્યક્ષશ્રીઓને તાલીમ હેઠળ આવરી લેવામાં આવેલ છે.

તાલીમના બીજા તબક્કામાં રાજયમાં બાકીના તમામ પદાધિકારીશ્રીઓને આવરી લેવામાં આવેલ છે.

જિલ્લા તેમજ તાલુકા કક્ષાના નવા ચુટાયેલા પદાધિકારીશ્રીઓને માર્ચ ૨૦૧૧ સુધીમાં તાલીમબધ્ધ કરવાનું આયોજન હતુ તે પૈકી કુલ ૩૨૯૧ જિલ્લા/તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓની ફાઉન્ડેશન કોર્સનીતાલીમ પૂર્ણ કરવામાં આવેલ છે.

જિલ્લા કક્ષાના પદાધિકારીશ્રીઓને જિલ્લા કક્ષાએ તાલીમ આપવામાં આવે છે.

તાલુકા કક્ષાના પદાધિકારીશ્રીઓને જિલ્લા કક્ષાએ તાલીમ આપવામાં આવે છે.

તેમજ ગ્રામ કક્ષાના પદાધિકારીશ્રીઓને તાલુકા કક્ષાએ તાલીમ આપવાનું આયોજન કરવામાં આવે છે.

આ ઉપરાંત રાજયમાં આવેલ તાલીમ કેન્દ્રો ખાતે પદાધિકારીશ્રીઓને તાલીમ મળી રહે તેવું આયોજન કરવામાં આવે છે.

૩ દિવસીય તાલીમ કાર્યક્રમમાં પદાધિકારીશ્રીઓને પંચાયતીરાજમાં ઇતિહાસ/ગુજરાત પંચાયત એકટના મુખ્ય મુદૃાઓની સમજ, ગ્રામસભા, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, પેસા એકટ, તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવે છે.

તાજેતરમાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વ્યકિતલક્ષી યોજનાઓની પુસ્તીંકા બનાવવામાં આવેલ છે જે તમામ જિલ્લાઓમાં ત્રણેય સ્તરના પદાધિકારીશ્રીઓને પહોંચે તે માટે વિતરણ કરવામાં આવેલ છે.

પદાધિકારીશ્રીઓને તાલીમ આપવા માટે ડીસેમ્બર-૨૦૧૦માં સ્પી.પા, અમદાવાદ ખાતે જિલ્લા તેમજ તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓની ટ્રેઇનીંગ ઓફ ટ્રેનર્સ (ટી.ઓ.ટી.) તાલીમનુ઼ આયોજન કરવામાં આવેલ. આગામી સમયમાં આ અધિકારીશ્રીઓ દ્વારા પદાધિકારીશ્રીઓને તાલીમ શિબિરોમાં વિવિધ વિષયોની માહિતી મળી રહે તેવું આયોજન કરવામાં આવેલ છે.

તાલીમ કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૦૯-૧૦ દરમ્યાન રૂ. ૫.૨૭ કરોડની ફાળવણી થયેલ છે. જેમાં કેન્દ્રર સરકાર પુરસ્કૃવત રૂ.૩.૯૫ કરોડ તેમજ રાજય સરકાર પુરસ્કૃત રૂ.૧.૩૨ કરોડ ફાળવવામાં આવેલ છે.

પાછળ જુઓઆગળ જુઓ