| ગામતળ જમીનની ઉપલબ્ધતાના આધારે સંકુલનું આયોજન થાય તેવી નવીન યોજનાને પ્રાથમિકતા. |
---|
| ગામ ખાતે ગ્રામીણ આવાસન જેવા કે સરદાર આવાસ યોજના, ઇન્દીરા આવાસ યોજના વગેરેના હયાત કલસ્ટરને સંકુલમાં ફેરવી પ્રાથમિક સુવિધા પુરી પાડી શકાશે. |
---|
| આ યોજના હેઠળ ગ્રામ્ય જીવન ધોરણ ઉચું લાવવા માટે માળખાકીય સુવિધા જેવી કે પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, શેરીની પ્રકાશ વ્યવસ્થા, ઘરોમાં વીજળીકરણ, આંતરિક રસ્તાઓ, એપ્રોચરોડ વગેરેનો સમાવેશ કરવાનો રહેશે. |
---|
| રાજય સરકારની જુદી જુદી ગ્રામીણ આવાસન યોજનાઓ સરદાર પટેલ આવાસન યોજના, ઇન્દિરા આવાસ યોજના વગેરેનો સમન્વય કરી શકાશે. |
---|
| એક ગામ માટે રૂપિયા પાંચ લાખની મર્યાદામાં સહાય પુરી પાડી શકાશે. |
---|
| સંકુલમાં ઓછામાં ઓછા ૧૫ (પંદર) આવાસોનું આયોજન કરવાનું રહેશે. |
---|