પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ
મુખપૃષ્ઠયોજનાઓપંચવટી યોજના

પંચવટી યોજના

યોજના વિશે (માહિતી)

 • રાજયની ગ્રામીણ પ્રજામાં ગ્રામ્‍ય જીવન ભાતીગળ અને લોક સંસ્‍કૃતિના વાતાવરણથી વણાયેલું છે. ગામડાઓના સીમાડાના વિસ્‍તાર, વનવગડાની વિપુલ સમૃધ્‍ધિ ધરાવતા હતા.
 • ગામડાંના બાળકો વૃક્ષોની છાયામાં ઝૂલાનો અને ૫ર્યાવરણનો નિર્દોષ આનંદ લેતાં હતાં. ૫રંતુ સમયાંતરે આ સમૃદ્ઘ‍િ લુપ્‍ત થતાં સમગ્ર ૫રિસ્‍થિતિની ગ્રામ્‍ય જીવન ૫ર વિ૫રિત અસર ૫ડેલી છે.
 • ગામડાના ૫ડતર વિસ્‍તારો, ગ્રામ્‍યલોકોના સહકારથી નવ૫લ્‍લવિત અને પુન: સ્‍થાપ‍િત કરી ગ્રામ્‍ય સ્‍તરે લોકજાગૃતિનું નિર્માણ થઇ શકે તેમજ ગ્રામ્‍યપ્રજાના ગામના રહેઠાણ વિસ્‍તારની નજીકમાં વૃક્ષાચ્‍છાદિત વન મળે તેવું આયોજન છે.
 • પારં૫રિક સાંસ્‍કૃતિ વારસા પ્રત્‍યે આસ્‍થા જળવાય તે હેતુને ઘ્‍યાનમાં રાખીને સમગ્ર રાજયમાં પંચવટી યોજના રાજય સરકારે અમલમાં મૂકેલ છે.
 • રાજયના ગ્રામીણ વિસ્તારમાં ખાસ કરીને વૃધ્ધો, મહિલાઓ અને બાળકો માટે આરામ, સુખાકારી, આનંદ પ્રમોદ માટે તેમજ પોતાનો સમય શાંતિ અને આનંદપૂર્વક વ્યતિત કરી શકે તે માટે બગીચા ની સુવિધા ઉપલબ્ધ થાય તેમજ પારંપરિક વારસા પ્રત્યે આસ્થા જળવાય અને પડતર વિસ્તારો ગામલોકોના સહ્કારથી નવપલ્લવિત બને તે હેતુસર રાજયમાં પંચવટી યોજનાનો વર્ષ ૨૦૦૪-૦૫ થી અમલ કરવામાં આવેલ છે.
 • ગામની બહાર નદી કિનારે, તળાવકાંઠે, નિશાળ પાસે કે ગામ નજીકના ગ્રામ વન પાસે પંચવટી બનાવવા આયોજન કરવા જોગવાઇ કરવામાં આવી છે. જેથી તમામ લોકો આ સુવિધાનો લાભ લઇ શકે.
 • પંચવટીનો વિસ્તાર ઓછામાં ઓછો ૧૦૦૦ ચો. મી. રાખવાની જોગવાઇ કરવામાં આવી છે.
 • પંચવટીમાં વડ, પીપળા, આસોપાલવ, હરડે, ગુલમહોર, વિવિધ પ્રકારની વેલો, છાયાના વૃક્ષો તથા અન્ય ફળાવ વૃક્ષો વાવી શકાય. તે ઉપરોકત બગીચામાં વૃધ્ધો અને મહિલાઓ માટે બાંકડા, પાણી અને શૌચાલયની સુવિધા તેમજ બાળકો માટે પણ રમતગમત ના સાધનો જેવા કે હિંચકા, લપસણી ની સુવિધા ઉપલબ્ધ કરાવવાની જોગવાઇ કરવામાં આવી છે.
 • પંચવટીનો સમાજના તમામ વર્ગના લોકો લાભ લે અને આનંદ પ્રમોદ રમતગમત- સાંસ્કૃતિક પ્રવૃતિ વચ્ચે મનન ચિંતન કરી શકે તેવી સુવિધાઓ ઉભી કરવાનો હેતુ છે.
 • ૧૦પંચવટી માટે ગામપંચાયતને રૂ|. ૧ લાખ ની ગ્રાન્ટ મળવાપાત્ર છે. તે ઉપરાંત ગ્રામપંચાયત દ્વારા રૂ|. ૫૦, ૦૦૦ નો લોકફાળો લેવો ફરજીયાત છે.
 • ૧૧જે ગ્રામપંચાયત પોતાના ગામમાં પંચવટીનું નિર્માણ કરવા ઇચ્છતી હોય તેમણે યોજનાની જોગવાઇ અનુસાર તાલુકા વિકાસ અધિકારીશ્રીનો સંપર્ક કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવાની રહે છે.

પંચવટી યોજના હેઠળ વર્ષ ૨૦૦૪-૦૫ થી ૨૦૧૫-૧૬ સુધીમાં વર્ષવાર નીચે મુજબ પંચવટીનું નિર્માણ કરવામાં આપ્યું છે.

ક્રમવર્ષ નિર્માણ થયેલ પંચવટીની સંખ્યાક્રમવર્ષ નિર્માણ થયેલ પંચવટીની સંખ્યા
૨૦૧૫-૧૬ ૨૦૦૯-૧૦૧૦૦૨
૨૦૧૪-૧૫૧૦૪ ૨૦૦૮-૦૯૩૬૮
૨૦૧૩-૧૪ ૩૮૬ ૨૦૦૭-૦૮૭૪૭
૨૦૧૨-૧૩૫૪૪ ૧૦૨૦૦૬-૦૭૫૦૨
૨૦૧૧-૧૨૬૦૦૧૧૨૦૦૫-૦૬૬૦૮
૨૦૧૦-૧૧૬૦૦૧૨૨૦૦૪-૦૫૩૫૨
કુલ૨૨૩૪કુલ૫૮૧૩