પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ


મુખપૃષ્ઠયોજનાઓસમરસ ગ્રામ યોજના

સમરસ ગ્રામ યોજના

રાજયની ચૂંટણીઓમાં પક્ષ અને પ્રતિક હોય છે પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પક્ષનું આવું કોઇ પ્રતિક હોતું નથી. તેની પાછળ મહત્‍વના કારણો રહેલા છે. આર્ય સંસ્‍કૃતિની એ આગવી પરંપરા રહી છે, ગામનું મુળ અસ્‍તિત્‍વ, એનું અસલપણું, એના પ્રસંગો, રૂઢીઓ વગેરે જળવાઇ રહ્યાં છે. ગામની વિવિધ કોમો-જ્ઞાતિઓ વારતહેવારે થતાં ઉત્‍સવોમાં ભાગ લે છે અને કૌટુંમ્‍બિક ભાવના જળવાઇ રહે છે. એમની આ વિશિષ્‍ટતા છિન્નભિન્ન ન થાય એ માટે પંચાયત ધારો ઘડનારાઓએ આપણી આ પાયાની સ્‍થાનિક સ્‍વરાજની સંસ્‍થામાં ચૂંટણીમાં પક્ષિય ધોરણ રાખ્‍યું નથી.
દેશની માટી દેશના જળ, હવા દેશની દેશના ફળ,
સરસ બને, પ્રભુ સરસ બને.
દેશના ઘર અને દેશના ઘાટ, દેશના વન અને દેશની વાટ,
સરળ બને, પ્રભુ સરળ બને.
ફેબ્રુઆરી-૨૦૧૩ સુધી કૂલ ૧૦,૯૮૦ ગ્રામ પંચાયતો સમરસ બનેલ છે. તે પૈકી ૩૯૨ ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિત તમામ સદસ્‍યો મહિલા સદસ્‍યો બિનહરીફ ચૂંટાયેલા છે.
પાછળ જુઓ આગળ જુઓ