પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ


મુખપૃષ્ઠયોજનાઓસમરસ ગ્રામ યોજના

સમરસ ગ્રામ યોજના

સમરસ ગામ યોજનાના મહત્‍વના પાસાંઓ
ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ ગામલોકોની સર્વસંમતિથી થાય એ જરૂરી છે. આને કારણે ગામની પ્રજા ગામના વિકાસના કામોમાં ઉત્‍સાહભેર ભાગ લે અને સુમેળભર્યું વાતાવરણ પેદા થાય. આ માટે રાજય સરકાર કટિબધ્‍ધ છે. એટલા માટે સર્વસંમતિથી રચાતી ગ્રામ પંચાયતો માટે પ્રોત્‍સાહક અનુદાનની રકમમાં નોંધપાત્ર વધારો કરતાં તારીખ : ૨૯/૧૧/૨૦૧૧ થી સમરસ યોજના નીચે મુજબ અમલમાં મૂકેલ છે.
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ દ્વારા, આ રીતે સર્વસંમતિથી ચૂંટણી ગ્રામપંચાયતને નીચે પ્રમાણે પ્રોત્‍સાહક અનુદાન આપવાની જોગવાઇ થઇ છે.
સામાન્‍ય સમરસ
ક્રમ વસ્‍તી પ્રથમ વખત સામાન્‍ય સમરસ બને તો સતત બીજી વખતની ચૂંટણીમાં સામાન્‍ય સમરસ બને તો સતત ત્રીજી વખતની ચૂંટણીમાં સામાન્‍ય સમરસ બને તો
૫,૦૦૦ સુધી ૨,૦૦,૦૦૦/- (બે લાખ) ધોરણ-૮ની સગવડ આપવી. ૨,૫૦,૦૦૦/- (બે લાખ પચાસ હજાર) (સી.સી. રોડ માટે રૂા. બે લાખ) ૩,૧૨,૫૦૦/- (ત્રણ લાખ બાર હજાર પાંચસો) (સોલાર લાઇટ માટે રૂા. ત્રણ લાખ)
૫૦૦૧ થી ૧૫૦૦૦ સુધી ૩,૦૦,૦૦૦/- (ત્રણ લાખ) ધોરણ-૮ ની સગવડ આપવી ૩,૭૫,૦૦૦/- (ત્રણ લાખ પંચોતેર હજાર) (સી.સી. રોડ માટે રૂા. બે લાખ) ૪,૬૮,૭૫૦/- (ચાર લાખ અડસઠ હજાર સાતસો પચાસ) (સોલાર લાઇટ માટે રૂા. ત્રણ લાખ)
મહિલા સમરસ
ક્રમ વસ્‍તી પ્રથમ વખત સામાન્‍ય સમરસ બને તો સતત બીજી વખતની ચૂંટણીમાં સામાન્‍ય સમરસ બને તો સતત ત્રીજી વખતની ચૂંટણીમાં સામાન્‍ય સમરસ બને તો
૫,૦૦૦ સુધી ૩,૦૦,૦૦૦/- (ત્રણ લાખ) ધોરણ-૮ ની સગવડ આપવી ૩,૭૫,૦૦૦/- (ત્રણ લાખ પંચોતેર હજાર) (સી.સી. રોડ માટે રૂા. બે લાખ) ૪,૬૮,૭૫૦/- (ચાર લાખ અડસઠ હજાર સાતસો પચાસ) (સોલાર લાઇટ માટે રૂા. ત્રણ લાખ)
૫૦૦૧ થી ૧૫૦૦૦ સુધી ૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ) ધોરણ-૮ ની સગવડ આપવી ૬,૨૫,૦૦૦/- (છ લાખ પચ્‍ચીસ હજાર) (સી.સી. રોડ માટે રૂા. બે લાખ) ૭,૮૧,૨૫૦/- (સાત લાખ એકયાસી હજાર બસો પચાસ) (સોલાર લાઇટ માટે રૂા. ત્રણ લાખ)
સતત બીજી વખત સમરસ પંચાયત થાય તો ૨૫ ટકા વધારે રકમ અને સતત ત્રીજી વખત સમરસ થાય તો બીજી વખતના પ્રોત્‍સાહક અનુદાનની રકમમાં ૨૫ ટકા વધારે રકમ આપવાની જોગવાઇ કરેલ છે તથા નીચે મુજબની સુવિધાઓ આપવાની જોગવાઇ કરેલ છે.
૧. પ્રથમ વખત સમરસ થતી સામાન્‍ય તથા મહિલા ગ્રામ પંચાયતને અગ્રીમતાના ધોરણે તે વિસ્‍તારની પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ની સગવડ ન હોય અને માંગણી થયેથી અગ્રીમતાના ધોરણે ધોરણ-૮ ચાલુ કરવામાં આવશે.
૨. સતત બીજી વખત સમરસ થતી સામાન્‍ય તથા મહિલા ગ્રામ પંચાયતને પ્રથમ વખતની પ્રોત્‍સાહક અનુદાનની રકમમાં ૨૫ ટકા વધારો તથા સી.સી. રોડની સગવડ પૂરી પાડવામાં આવશે.
૩. સતત ત્રીજી વખત સમરસ થતી સામાન્‍ય તથા મહિલા ગ્રામ પંચાયતને બીજી વખતના પ્રોત્‍સાહક અનુદાનની રકમમાં ૨૫ ટકાનો વધારો તથા ગામે સોલાર સ્‍ટ્રીટ લાઇટની સગવડ પૂરી પાડવામાં આવશે.
૪.બીજા તબક્કા અને ત્રીજા તબક્કાનો વધારાનો લાભ ફક્ત એક વખત જ મળવા પાત્ર થાય છે.
પ્રોત્‍સાહક અનુદાનનો ઉપયોગ ગામના સામુહિક વિકાસના કામોમાં કરવાનો થાય છે, જેમ કે પીવાના શુધ્‍ધ પાણીની યોજના, આંતરિક એપ્રોચ રસ્‍તાઓ, સ્‍ટ્રીટ લાઇટની સુવિધા, પ્રાથમિક શાળાના ઓરડાઓ, પ્રાથમિક સારવાર કેન્‍દ્રોની વ્‍યવસ્‍થા, જળસંચય યોજના, જાહેર શૌચાલયના અને દુષિત પાણીના નિકાલની યોજના કે પ્રાથમિક સુવિધા.. .. વગેરેમાં કરવાનો છે. આ ઉપરાંત જયાં પાણીની કાયમી તંગી વર્તાતી હોય ત્‍યાં વોટર રીચાર્જની વ્‍યવસ્‍થા કરવાની, તળાવો ઉંડા કરવાના તથા બનાવવાના, કુવા ખોદાવવાના તથા નદી-નાળા પર આડબંધો બાંધી પાણીની સુવિધાઓ ઉભી કરવાની હોય છે.
પાછળ જુઓ આગળ જુઓ