પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ


મુખપૃષ્ઠયોજનાઓસમરસ ગ્રામ યોજના

સમરસ ગ્રામ યોજના

અમુક જાણવા જેવું
૧. માર્ચ - ૨૦૧૩ સુધીમાં કૂલ ૧૦,૯૮૦ સમરસ ગ્રામ પંચાયતોને રૂા. ૧૪૦૨૬.૭૨ લાખનું અનુદાન આપવામાં આવેલ છે.
૨. કુલ-૩૯૨ ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચ સહિત તમામ સભ્‍યો મહિલાઓ છે.
૩. અનુસૂચિત વિસ્‍તારમાં સમાવિષ્‍ટ જિલ્લાઓ પૈકીના દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની સાગડાપાડા ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત તેર સભ્‍યો સંપૂર્ણ મહિલા છે, અને પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની કણજરી ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત ઓગણીસ સભ્‍યો સંપૂર્ણ મહિલા છે.
૪. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની લાડોલ ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત ચોવીસ સભ્‍યો બિનહરીફ ચૂંટાયેલ છે.
૫. સને : ૨૦૦૧ થી ૨૦૦૬ સુધીમાં ૪૧ ગ્રામ પંચાયતો સંપૂર્ણ મહિલા સમરસ હતી. જેમાં અનેકગણો વધારો થઇ ડીસેમ્‍બર-૨૦૧૧ માં ૨૫૦ અને એપ્રિલ-૨૦૧૨ની ચૂંટણીમાં ૭૨ મહિલા અને જાન્યુ - ફેબ્રુ - ૨૦૧૩ ની ચુંટણીમાં ૩૦ મહિલા સમરસ ગ્રામ પંચાયત થઇ છે.
પાછળ જુઓ