પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ
મુખપૃષ્ઠયોજનાઓસરદાર આવાસ યોજના

સરદાર આવાસ યોજના-૧

કાર્ય અને હેતુ

  • ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબીરેખા નીચે જીવન જીવતાં જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજના સને ૧૯૭૨ થી અમલમાં છે. સને ૧૯૭૬ માં આવા ફાળવેલ પ્લોટો પર મકાન બાંધવા માટેની સહાય યોજના અમલમાં આવી. “મફત પ્લોટ મફત ઘર” એ સૂત્રને સાકાર કરતી સરદાર આવાસ યોજના વર્ષ ૧૯૯૭ થી અમલમાં આવી.
  • શરૂઆતમાં રૂ.૨૦૦૦૦/- ની સહાય આપવાની જોગવાઇ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૦ થી આ યોજના હેઠળ રૂ.૪૫૦૦૦/- ની સહાય ત્રણ હપ્તામાં આપવાની જોગવાઇ કરવામાં આવી છે. જે મુજબ પ્રથમ હપ્તો એડવાન્સ ૨૧૦૦૦/- બીજો હપ્તો લીંટલ લેવલે ૧૫૦૦૦/- અને ત્રીજો હપ્તો બાંધકામ પૂર્ણ થયે ૯૦૦૦/- આપવાની જોગવાઇ છે.
  • રાજ્યમાં ૧૭ થી ૨૦ ની બી.પી.એલ સ્કોર ધરાવતા મોટાભાગના ઘરવિહોણા લાભાર્થીઓને આવરી લેવાતા વર્ષ ૨૦૧૩ માં કાચા આવાસ ધરાવતાં પાત્ર કુટુંબોને આવરી લઇને ૪,૨૯,૯૦૦ આવાસો મંજુર કરવામાં આવેલ હતા.
  • ત્યારબાદ ૦૮/૦૮/૨૦૧૩ ના પંચાયત વિભાગના ઠરાવથી ૧૭-૨૦ સુધીનો સ્કોર ધરાવતા બી.પી.એલ કુટુંબોને ઇંદિરા આવાસ યોજના હેઠળ આવરી લેવાની જોગવાઇ કરવામાં આવી છે.
  • આ યોજના હેઠળ પ્લોટ વિહોણા પાત્ર કુટુંબોને મફત પ્લોટ ફાળવવાની જોગવાઇ કરવામાં આવી છે. જેથી લાભાર્થી કુટુંબ સરકારી સહાયથી પોતાનુ મકાન બનાવી શકે.
  • ઉપરાંત પ્લોટ ફાળવણી માટે “જમીન સંપાદન”, કરવા તેમજ “પ્લોટ વિકાસ”, “માળખાકીય સુવિધાઓ” જેવી કે, પીવાનુ પાણી, ગટર વ્યવસ્થા, આંતરિક રસ્તા, વિજળીકરણ જેવી સુવિધા માટે પણ જોગવાઇ કરવામાં આવેલ છે. જેથી મફત પ્લોટ વિસ્તારના લાભાર્થીઓને ખૂટતી સગવડો પ્રાપ્ત થઇ શકે.

અત્યાર સુધીમાં આ યોજના હેઠળ અપાયેલ લાભની વિગતો નીચે મુજબ છે.

ક્રમવર્ષસિધ્ધિક્રમવર્ષસિધ્ધિ
૨૦૧૫-૨૦૧૬ (સ્પીલ-૨૦૧૨-૧૩) ૪૧૨૨૪૧૦૨૦૦૬-૨૦૦૭૨૨૩૦૨
૨૦૧૪-૨૦૧૫ (સ્પીલ-૨૦૧૨-૧૩) ૯૯૩૫૪૧૧૨૦૦૫-૨૦૦૬૩૬૩૪૭
૨૦૧૩-૧૪ (સ્પીલ-૨૦૧૨-૧૩) ૧૯૯૯૩૪૧૨૨૦૦૪-૨૦૦૫૩૦૫૦૩
૨૦૧૨-૨૦૧૩ ૯૧૯૦૮૧૩૨૦૦૩-૨૦૦૪૧૦૫૩૦
૨૦૧૧-૨૦૧૨૨૪૪૯૮૧૪૨૦૦૨-૨૦૦૩૩૭૩૨૪
૨૦૧૦-૨૦૧૧૬૫૭૯૨૧૫૨૦૦૧-૨૦૦૨૩૬૪૩૯
૨૦૦૯-૨૦૧૦૩૩૬૯૭૧૬૨૦૦૦-૨૦૦૧૩૪૯૮૨
૨૦૦૮-૨૦૦૯૨૬૩૧૧૧૭૧૯૯૯-૨૦૦૦૧૪૨૫૦
૨૦૦૭-૨૦૦૮૨૧૯૭૬૧૮૧૯૯૮-૧૯૯૯૩૨૬૯૪
૧૯૧૯૯૭-૧૯૯૮૯૬૧૧
કુલ૬૦૪૬૮૫કુલ૨૬૪૯૮૨

મફત પ્લોટ ફાળવવાની યોજના હેઠળ વર્ષવાર ફાળવેલ પ્લોટની વિગત

ક્રમવર્ષસિધ્ધિક્રમવર્ષસિધ્ધિક્રમવર્ષસિધ્ધિ
૨૦૧૬-૨૦૧૭-૧૫૨૦૦૨-૨૦૦૩૧૩૩૨૯૨૯૧૯૮૮-૮૯૪૩૪૧૯
૨૦૧૫-૨૦૧૬૧૦૬૮૧૬૨૦૦૧-૨૦૦૨૧૩૦૬૧૩૦૧૯૮૭-૮૮૪૬૫૩૬
૨૦૧૪-૨૦૧૫૨૧૬૬૧૭૨૦૦૦-૨૦૦૧૧૬૮૩૮૩૧૧૯૮૬-૮૭૪૨૩૦૨
૨૦૧૩-૨૦૧૪૫૩૭૦૧૮૧૯૯૯-૨૦૦૦૩૭૨૧૩૨૧૯૮૫-૮૬૩૧૧૯૮
૨૦૧૨-૨૦૧૩૧૧૫૭૪૧૯૧૯૯૮-૯૯૫૩૦૮૩૩૧૯૮૪-૮૫૬૫૧૧૮
૨૦૧૧-૨૦૧૨૪૭૨૦૨૦૧૯૯૭-૯૮૨૧૦૮૯૩૪૧૯૮૩-૮૪૧૧૦૭૫૦
૨૦૧૦-૨૦૧૧૧૪૨૬૭૨૧૧૯૯૬-૯૭૨૨૩૨૫૩૫૧૯૮૨-૮૩૧૨૬૬૫૮
૨૦૦૯-૨૦૧૦૧૩૫૬૨૩૨૨૧૯૯૫-૯૬૨૮૬૪૨૩૬૧૯૮૧-૮૨૧૦૫૧૧૫
૨૦૦૮-૨૦૦૯૪૫૫૬૧૨૩૧૯૯૪-૯૫૩૦૫૩૫૩૭૧૯૮૦-૮૧૩૪૨૨૧
૧૦૨૦૦૭-૨૦૦૮૨૯૫૭૩૨૪૧૯૯૩-૯૪૩૫૦૯૨૩૮૧૯૭૯-૮૦૬૫૬૫
૧૧૨૦૦૬-૨૦૦૭૨૩૯૨૩૨૫૧૯૯૨-૯૩૩૭૧૮૪૩૯૧૯૭૮-૭૯૨૬૮૪૧
૧૨૨૦૦૫-૨૦૦૬૧૫૮૦૬૨૬૧૯૯૧-૯૨૪૧૨૮૩૪૦૧૯૭૭-૭૮૫૪૧૧૭
૧૩૨૦૦૪-૨૦૦૫૧૧૧૬૫૨૭૧૯૯૦-૯૧૪૧૫૨૩૪૧૧૯૭૪-૭૭૧૧૫૪૧૩
૧૪૨૦૦૩-૨૦૦૪૧૧૫૫૭૨૮૧૯૮૯-૯૦૫૩૩૧૦૪૨૧૯૭૨-૭૪૨૦૪૧૯૯
કુલ૩૧૨૩૬૪કુલ૩૬૩૨૩૯કુલ૧૦૧૨૪૫૨

સરદાર આવાસ યોજના-૨

(બી.પી.એલ સિવાયના કાચા આવાસ ધરાવતા કુટુંબોને સહાય)

  • રાજ્યમાં સરદાર આવાસ યોજના-૧ હેઠળ ઘર વિહોણા અને કાચા આવાસ ધરાવતાં મોટા ભાગના બી.પી.એલ કુટુંબોને આવરી લેવામાં આવતાં બી.પી.એલ સિવાયના કાચા આવાસ ધરાવતા કુટુંબોને મકાન સહાય આપવા સરદાર આવાસ યોજના-૨ તરીકે પંચાયત વિભાગના તા-૧૮/૦૨/૨૦૧૪ ના ઠરાવથી અમલમાં મૂકવામાં આવેલ છે.
  • આ યોજના હેઠળ યુનિટ કોસ્ટ ૧ લાખ સામે રાજ્ય સરકાર દ્વારા રૂ.૪૦૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. જેમાં પ્રથમ હપ્તો મંજુરીના હુકમ સાથે રૂ૧૦૦૦૦/- બીજો હપ્તો લીંટલ લેવલે (ટોઇલેટ સાથે) રૂ.૨૦૦૦૦/- અને ત્રીજો હપ્તો બાંધકામ પૂર્ણ થયે રૂ.૧૦૦૦૦/- આપવાની જોગવાઇ છે.

ક્રમવર્ષસિધ્ધિ
૨૦૧૪-૨૦૧૫૩૨૯૨
૨૦૧૫-૨૦૧૬૧૧૨૨૨૯