પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ
મુખપૃષ્ઠ યોજનાઓસ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના

સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના

ગામમાં સફાઇ યોગ્ય રીતે થાય અને સફાઇ પ્રત્યે સભાવના, જાગૃતિ કેળવી સફાઇનું ઉંચુ સ્તર, લાવી, ગ્રામ્યજીવન સ્તર ઉચું લઇ જવા માટે પ્રોત્સાહનરૂપે સફાઇ અને સ્વચ્છતા માટે સહાય આપવામાં આવે તો સહાયનો ઉપયોગ ગામની સ્વચ્છતાની જાળવણી માટે અને સ્વચ્છતાના સાધનો વસાવવા માટે પ્રેરાઇને ગ્રામ પંચાયત પોતાનું ગામ સ્વચ્છ અને નિર્મળ બને તે હેતુથી પ્રેરાઇને કટીબધ્ધ બને તે માટે સને ૨૦૦૭-૦૮ ના વર્ષમાં નવી યોજના અમલમાં મુકવામાં આવી છે. વર્ષ ૨૦૦૭-૦૮ ના વર્ષને રાજ્ય સરકારે નિર્મળ ગુજરાત તરીકે ઉજવવાનો નિર્ણય કરેલ છે. જેની અગત્યની બાબતો નીચે મુજબ છે.

  • સગ્રામ પંચાયતમાં ગંદકીવાળી જગ્યાઓ પબ્લીક ગટર લાઇટ અને માર્ગો ઉપર દવા છંટકાવવાની કામગીરી હાથ ધરવી.
  • ઉકરડાનું યોગ્ય સ્થાને સ્થળાંતર કરાવવું અને તે માટે ગામ બહાર જગ્યા નક્કી કરવી.
  • ગ્રામ પંચાયતમાં સફાઇ વેરો દાખલ કરી ગ્રામ સફાઇ વ્યવસ્થા સઘન બનાવવી.
  • ગામમાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના મકાનો, શાળાઓ પંચાયત ઘર આંગણવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરે તમામ સ્થળોએ શૌચાલયનો પ્રબંધ કરાવવો.
  • ગામના જાહેર સ્થળે નિર્મળ ગુજરાત સંબંધના સુત્રો-પોસ્ટર લગાવવા.
  • ગામના વ્યક્તિગત અને સામુહિક સૌચાલયોની વ્યવસ્થા કરવી.
  • ગ્રામ વિસ્તારોમાં સંપૂર્ણ સ્વચ્છતા અભિયાનનું નિર્માણ કરવું.
  • રહેણાંકના સ્થળેથી યોગ્ય અંતરે પશુ જાળવણી સુનિશ્ચિત કરવી.
  • જે ગામ જેટલો સફાઇ વેરો ઉઘરાવશે તેટલી રકમ રાજ્ય સરકાર આ યોજના હેઠળ પ્રોત્સાહક ગ્રાન્ટ તરીકે ફાળવશે.
  • ૧૦જે ગામ ૧૦૦ ટકા સફાઇ વેરો ઉઘરાવશે તેને ૧૧૦ ટકા લેખે રાજ્ય સરકાર આ યોજના હેઠળ પ્રોત્સાહક ગ્રાન્ટ તરીકે ફાળવશે.

સ્વચ્છગામ-સ્વસ્થગામ યોજના અંતર્ગત વર્ષવાઇઝ નીચે મુજબ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે.

અ.નં. વર્ષ જોગવાઇ (રૂા.લાખમાં) ગ્રાન્ટ ફાળવણી (રૂા.લાખમાં)
૨૦૧૫-૧૬૪૫૦૦.૦૦૩૮૯૬.૪૯
૨૦૧૪-૧૫૪૫૦૦.૦૦૨૯૨૦.૧૯
૨૦૧૩-૧૪૪૦૦૦.૦૦૨૮૫૯.૨૩
૨૦૧૨-૧૩૪૦૦૦.૦૦૧૧૧૨.૯૦
૨૦૧૧-૧૨૨૦૦.૦૦૨૦૦.૦૦
૨૦૧૦-૧૧૨૦૦.૦૦૨૦૦.૦૦
૨૦૦૯-૧૦૫૦૦.૦૦૫૦૦.૦૦
૨૦૦૮-૦૯૧૦૦૦.૦૦૧૦૦૦.૦૦
૨૦૦૭-૦૮૫૦૦.૦૦૨૦૦.૦૦
કુલઃ- ૧૨૮૮૮.૮૧